આ ઇન્ડિયન બૉલરની એક્શન પર શંકા થતાં મોટી કાર્યવાહીના ભણકારા, ICC કરશે તપાસ, જાણો વિગતે
એબીપી અસ્મિતા વેબ ટીમ | 17 Jan 2019 12:28 PM (IST)
1
2
નવી દિલ્હીઃ ઇન્ડિયન ક્રિકેટર અંબાતી રાયડુની બૉલિંગ એક્શન પર શંકાના વાદળો ઘેરાયા છે, ઓસ્ટ્રેલિયા સામેની પ્રથમ વનડે બાદ બૉલિંગ એક્શન પર અનેક સવાલ ઉઠ્યા છે, એટલું જ નહીં હવે આઇસીસીએ પણ અંબાતી રાયડુની બૉલિંગ એક્શનને લઇને તપાસ કરવાની જાહેરાત કરી દીધી છે.
3
રવિવારે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સીલે (ICC) ટ્વીટ કરીને અંબાતી રાયડુની સંદિગ્ધ બૉલિંગ એક્શન અંગે ફરિયાદ કરી હતી.
4
અંબાતી રાયડુ ટીમ ઇન્ડિયાનો રેગ્યુલર નહીં પણ પાર્ટ ટાઇમ બૉલર છે, જેને પહેલી વનડેમાં કેપ્ટન વિરાટ કોહલીએ બે ઓવર આપી હતી જેમાં તેને 13 રન આપ્યા હતા. રાયડુએ 22 અને 24મી ઓવરમાં બૉલિંગ કરી હતી. આ મેચ ભારત 34 રને હારી ગયુ હતુ.