નવી દિલ્હીઃ સ્વિમિંગ વર્લ્ડને નવો બાદશાહ મળી ગયો છે અને તે છે અમેરિકાનો સેલેવ ડ્રેસેલ. 22 વર્ષીય આ સ્વિમરે પોતાના જ દેશના મહાન સ્વિમર માઇકલ ફેલ્પ્સના  બે વર્લ્ડ રેકોર્ડ એક જ ટુનામેન્ટમાં તોડી દીધા છે. પ્રથમ તો ફેલ્પ્સ 100 મીટર બટરફ્લાઇ અને બીજો એક જ વર્લ્ડ ચેમ્પિયનશીપમાં સૌથી વધુ આઠ મેડલ જીતવાનો રેકોર્ડ. સાઉથ કોરિયાના ગ્વાનજૂમાં વર્લ્ડ ચેમ્પિયનશીપ દરમિયાન ડ્રેસેલે નવો રેકોર્ડ બનાવ્યો છે.


ડ્રેસેલે 100 મીટર બટરફ્લાઇ ઇવેન્ટના બીજા સેમિફાઇનલમાં ડ્રેસેલે 49.50 સેકન્ડનો સમય લીધો હતો. આ સાથે જ તેણે માઇકલ ફેલ્પ્સના 2009માં રોમ વર્લ્ડ ચેમ્પિયનશીપમાં બનાવેલો 49.82 સેકન્ડના રેકોર્ડને તોડી દીધો હતો. ડ્રેસેલે ફેલ્પ્સથી 0.32 સેકન્ડ ઓછા સમયમાં રેસ પુરી કરી હતી.

ફ્લોરિડાના રહેવાસી ડ્રેસેલે આ ટુનામેન્ટમાં કુલ 8 મેડલ જીત્યા છે. આ સાથે તેણે માઇકલ ફેલ્પ્સના એક વર્લ્ડ ચેમ્પિયનશીપમાં 7 મેડલ જીતવાનો વર્લ્ડ રેકોર્ડ તોડ્યો હતો. ફેલ્પ્સે 2007 વર્લ્ડ ચેમ્પિયનશીપમાં સાત અને 2011 વર્લ્ડ ચેમ્પિયનશીપમાં 4 ગોલ્ડ, બે સિલ્વર, એક બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. ટોક્યો ઓલિમ્પિકના એક વર્ષ અગાઉ કરેલા આ પ્રદર્શનથી લોકો ડ્રેસેલને સ્વિમિંગનો દુનિયાનો નવો બાદશાહ માને છે.