નવી દિલ્હીઃ આઇપીએલમાં દિલ્હી કેપિટલ્સના બૉલર અમિત મિશ્રા શનિવારે પોતાની ચોથી હેટ્રિક લેતાં લેતાં ચૂકી ગયો, તેને 12મી ઓવરમાં શ્રેયલ ગોપાલ અને સ્ટૂઅર્ટ બિન્નીની સતત બે બૉલમાં આઉટ કર્યા હતા. પણ ફિરોઝશાહ કોટલા મેદાનમાં રાજસ્થાન રૉયલ્સ વિરુદ્ધ તેના નેક્સ્ટ બૉલ ટ્રેન્ટ બૉલ્ટે કેચ છોડી દીધો, આની સાથે જ અમિત મિશ્રા આઇપીએલની વધુ એક હેટ્રિક ચૂકી ગયો હતો.


જો ટ્રેન્ટ બૉલ્ટ આ કેચ પકડી લેતો તો અમિત મિશ્રાની આઇપીએલની આ ચોથી હેટ્રિક બની જતી. બૉલ્ટ દ્વારા કેચ છોડાયા બાદ અમિત મિશ્રાએ ટ્રેન્ટ બૉલ્ટને ગાળો આપી હતી. બૉલ્ટ પર મિશ્રા રોષે ભરાયો હતો. આ વાતનો ખુલાસો મિશ્રાએ મેચ પુરી થાય ખુદ કર્યો હતો.

મેચ બાદ અમિત મિશ્રાએ કહ્યું કે, મને નથી ખબર કે કેટલી આઇપીએલ રમીશ પણ હેટ્રિક ના થવાના કારણે મને દુઃખ છે. કેચ ડ્રૉપ કર્યા બાદ મે ટ્રેન્ટ બૉલ્ટને ગાળો આપી હતી. મે તેને કહ્યુ કે આ એકદમ આસાન કેચ હતો અને તે પણ તુ ના પકડી શક્યો, તે એમનેમ કેમ ઉછળી રહ્યો છે?