અમૃતસર ટ્રેન દુર્ઘટના પર સેહવાગ-કોહલી સહિત અનેક ભારતીય ક્રિકેટરોએ વ્યક્ત કર્યું દુ:ખ

પૂર્વ ભારતીય સલામી બેટ્સમેન વીરેન્દ્ર સહેવાગે ટ્વીટ કરી લખ્યું કે, “અમૃતસરમાં ભયાનક ટ્રેન દુર્ઘટનાના હૈયું કંપાવે તેવા સમાચાર મળ્યા, ઘટનાથી પ્રભાવિત પરિવારોને મારી પ્રાથના. જે લોકો બ્લ્ડ ડોનેટ કરવા માંગે છે તે અમૃતસરના સિવિલ હોસ્પિટલ અને ગુરુ નાનક હોસ્પિટલમાં જાય.”
Download ABP Live App and Watch All Latest Videos
View In App

નવી દિલ્હી: પંજાબના અમૃતસરમાં દશેરના દિવસે ટ્રેનની ઝપેટમાં આવેલા 60થી વધુ લોકોના મોત થયા છે. ત્યારે આ દુર્ઘટના બાદ દેશભરમાં શોકની લાગણી ફેલાઈ છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી રાજનાથ સિંહએ ઘટના પર શોક પ્રગટ કર્યો છે. જ્યારે ભારતીય ક્રિકેટરોએ પણ આ ઘટનાને ખૂબજ દુખભરી ગણાવી છે. પાકિસ્તાનના ક્રિકેટર આફ્રિદીએ પણ ટ્વીટ કરી શોક વ્યક્ત કર્યો હતો.
હરભજન સિંહે પણ ટ્વીટ કરી શોક વ્યક્ત કર્યો, તેમણે લખ્યું કે “અમૃસરમાં થયેલી દુર્ભાગ્યપૂર્ણ ટ્રેન દુર્ઘટનાનું ખૂબજ દુખ છે. આ દુર્ભાગ્ય છે કે લોકોને આ દુખમાંથી પસાર થવું પડી રહ્યું છે.”
- - - - - - - - - Advertisement - - - - - - - - -