પોતાની બેટિંગથી દિગ્ગજ બોલરોના હોશ ઉડાવનાર વેસ્ટ ઇન્ડીઝના વિસ્ફોટક ખેલાડી આંદ્રે રસેલ ઇન્ડિયન પ્રીમિયર લીગમાં કેકેઆર માટે રમે છે. આંદ્રે રસેલે પોતાના ઘરે નાની પરીના જન્મની ખુશખબરી ઈન્સ્ટાગ્રામ પર શેર કરી હતી.
ઉલ્લેખનીય છે કે, આંદ્રે રસેલ ઇન્ડિયન પ્રીમિયર લીગમાં કોલકાતા નાઈટ રાઈડર્સ માટે રમે છે. આંદ્રે રસેલ ભારતમાં પણ લોકપ્રિય ક્રિકેટર છે. આંદ્રે રસેલે આ વર્ષે આઈપીએલમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. પોતાની આક્રમક બેટિંગથી કોલકાતા નાઈટ રાઈડર્સને ઘણી મેચોમાં જીત પણ અપાવી હતી.