Deepika Kumari & Ankita Bhakat: તીરંદાજી વર્લ્ડ કપના ક્વોલિફિકેશન રાઉન્ડમાં (Qualification Round) ભારતીય ખેલાડીઓ સારુ પ્રદર્શન કરી શક્યા ન હતા, પરંતુ ગુરુવારે ભારતીય તીરંદાજોએ શાનદાર વાપસી કરી હતી. ભારતીય મહિલા રિકર્વ તીરંદાજોએ વર્લ્ડ કપના (World Cup) ત્રીજા તબક્કાની ફાઇનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરી લીધું છે. આ રીતે ભારતીય ટીમનો પ્રથમ મેડલ નક્કી થઈ ગયો છે. મહત્વનું છે કે, આ પહેલાં પ્રથમ ક્વોલિફિકેશન રાઉન્ડમાં, તમામ મહિલા તીરંદાજો ટોપ 30ની બહાર રહી હતી જેથી તેઓ 13મા ક્રમે રહી હતી. પરંતુ હવે શાનદાર વાપસી કરી છે.
ફાઇનલમાં ચાઇનીઝ તાઇપેનો સામનો કરશેઃ
ભારતીય તીરંદાજ દીપિકા કુમારી, (Deepika Kumari) અંકિતા ભકત (Ankita Bhakat) અને સિમરનજીત કૌરે (Simranjeet Kaur) યુક્રેન, બ્રિટન અને તુર્કીની ખેલાડીઓને હરાવી ફાઇનલમાં પોતાનું સ્થાન બનાવ્યું હતું. હવે રવિવારે ફાઈનલ મુકાબલો થશે. ફાઇનલમાં ભારતીય ખેલાડીઓની સામે ચીની તાઈપેઈની (Chinese Taipei) ખેલાડીઓ ટકરાશે. અગાઉ, ભારતીય મહિલા રિકર્વ ત્રિપુટીએ ચોથા ક્રમે રહેલા યુક્રેનને 5-1 (57-53 57-54 55-55)થી હરાવીને બહારનો રસ્તો બતાવ્યો હતો. તે પછી, તેઓ ક્વાર્ટર ફાઈનલમાં બ્રિટન સામે માત્ર ચાર પોઈન્ટથી હારી ગયા હતા અને તેમના હરીફોને 6-0 (59-51 59-51 58-50)થી હરાવ્યા હતા.
તુર્કીએ ક્વાર્ટર ફાઇનલમાં કોરિયાને હરાવ્યું:
ભારતે સેમિફાઇનલમાં આઠમી ક્રમે રહેલી તુર્કીની ગુલનાઝ કોસ્કુન, એગ્ગી બસરાન અને યાસ્મીન અન્નાગોઝની ત્રિપુટીને 5-3 (56-51 57-56 54-55 55-55)થી પરાજય આપ્યો હતો. ભારતીય ખેલાડીઓને ટોચની ક્રમે રહેલી કોરિયન ટીમનો સામનો કરવો પડ્યો ન હતો કારણ કે, તેઓ ક્વાર્ટર ફાઇનલમાં આઠમા ક્રમની તુર્કીની ટીમ સામે હારનો સામનો કરવો પડ્યો અને અપસેટ થયું હતું. હવે ભારતીય ટીમ રવિવારે ફાઈનલ મેચમાં ત્રીજી ક્રમાંકિત ચીની તાઈપેઈ સામે ટકરાશે. ચાઈનીઝ તાઈપેઈની (Chinese Taipei) ટીમમાં રિયો ઓલિમ્પિક ટીમની બ્રોન્ઝ મેડલ વિજેતા લેઈ ચીન યિંગ (Lei chien ying) પણ હશે.