આ મહિલા ક્રિકેટર સાથે જોવા મળ્યો અર્જુન તેંડુલકર, વિરાટ કોહલીને કરી ચૂકી છે પ્રપોઝ
ખાસ વાત એ છે કે ડેનિયલે વિરાટ કોહલીના બેટથી જ ભારત સામે સદી ફટકારી ઇંગ્લેન્ડની જીત અપાવી હતી. ડેનિયલ રાશિદ ખાનને પણ પસંદ કરે છે. તેણે રાશિદ ખાને કોફી પીવા માટે ઓફર પણ કરી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appડેનિયલ વેટ ઇંગ્લેન્ડની ઓપનર છે. તેની આક્રમક બેટિંગ વિમેન્સ ક્રિકેટમાં ઘણી પ્રખ્યાત છે. ડેનિયલ ટ્વિટર ઉપર વિરાટ કોહલીને પ્રપોઝ કર્યા પછી ભારતમાં ચર્ચામાં આવી હતી. જોકે તેણે વિરાટ કોહલીને મજાકમાં પ્રપોઝ કર્યું હતું. ઉલ્લેખનીય છે કે તે વિરાટ કોહલીની જોરદાર પ્રશંસક છે. વિરાટે ડેનિયલને પોતાનું બેટ પણ ભેટમાં આપ્યું હતું.
અર્જુન તેંડુલકર લંડનની એક રેસ્ટોરન્ટમાં છે. જ્યાં તે ડેનિયલ સાથે લંચ કરી રહ્યો છે. ડેનિયલ અને અર્જુન સારા મિત્ર છે. અર્જુન હાલ લંડનમાં વેકેશન માણી રહ્યો છે. જ્યારે ડેનિયલ લંડનમાં ચાલી રહેલી KIA ટી-20 લીગમાં રમી રહી છે.
નવી દિલ્હીઃ અર્જન તુંડલકર શ્રીલંકામં ઇન્ડિયા અંડર-19 ટીમની સાથે બે ચાર દિવસીય ટેસ્ટ મેચ રવ્યા બાદ હવે ઇંગ્લેન્ડમાં છે. તેણે હાલમાં જ ઇંગ્લેન્ડની મહિલા ક્રિકેટ ડૈની (ડૈનિયલ) વાયટ સાથે મુલાકાત કરી અને તેની સાથે લન્ચ સમયની તસવીર શેર કરી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -