ગુજરાત પર ભારે પડ્યો સચિનનો દીકરો અર્જુન તેંડુલકર, જાણો વિગત
નવી દિલ્હીઃ ક્રિકેટના ભગવાન ગણાતા ભારતીય ક્રિકેટર સચિન તેંડુલકરના પુત્ર અર્જુન તેંડુલકરે હવે તેની ઓળખ બનાવવાનું શરૂ કરી દીધું છે. શ્રીલંકામાં ભારત વતી અંડર-19ની ટીમમાં રમતી વખતે તેણે પોતાનું કૌશલ્ય દર્શાવ્યું હતું. જે બાદ તેણે ફરી એક વખત તેનું કૌવત દર્શાવ્યું હતું.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appવિનુ માંકડ ટ્રોફીમાં ગુજરાત સામે તેણે કાતિલ બોલિંગ કરતાં માત્ર 30 રનમાં જ 5 વિકેટ ઝડપી હતી. જેના કારણે મુંબઈનો 9 વિકેટે વિજય થયો હતો. અર્જુનના સ્પેલના કારણે ગુજરાતની ટીમ માત્ર 142 રનમાં જ ખખડી ગઈ હતી. અર્જુને વર્ઝમાન શાહ (0 રન), પ્રિયેશ (1 રન), એલએમ કોચર (8 રન), જયમીત પટેલ (2 રન) અને ધ્રુવાંગ પટેલ ( 6 રન)ની વિકેટ ઝડપી હતી.
મંગળવારે ગ્રુપ મેચમાં મુંબઈનો મુકાબલો બંગાળ સામે થશે.
અર્જુને તેના 8.2 ઓવરના સ્પેલમાં 1 ઓવર મેડન પણ નાંખી હતી. મુંબઈની ટીમે 143 રનનો ટાર્ગેટ સરળતાથી હાંસલ કરી લીધો હતો. સુવેન પાર્કર (અણનમ 67 રન) અને દિવ્યાંચ (45 રન) વચ્ચે પ્રથમ વિકેટ માટે 108 રનની પાર્ટનરશિપ થઈ હતી. 38મી ઓવરમાં મુંબઈએ 9 વિકેટથી જીત મેળવી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -