બેલ્જિયમનું આ કપલ કેમ ન્યૂડ થઈને દુનિયા ફરવા નીકળ્યું છે, જાણો કારણ
આ બંનેએ ક્રોએશિયા, ગ્રીસ, બ્રાઝીલ, શ્રીલંકા, ઈટલી અને અન્ય ઘણા દેશો ફરી ચૂક્યા છે.
નિક અને લિન્સના ઈન્સ્ટાગ્રામ બાયો છે ‘…કેમ કે કપડાં વગર જ જીવન સારું છે.’ તેમની ઈન્સ્ટાગ્રામ પ્રોફાઈલ તેમના મજેદાર ટ્રાવેલના ફોટોથી ભરપૂર છે.
કપલને આ આઈડિયા ત્યારે આવ્યો જ્યારે તેમણે ભૂલથી નેકેડ સ્પા સેશન બુક કરી લીધો હતો. આ દરમિયાન તેમને આઝાદીનો અનુભવ થયો હતો.
આ કપલ ભોજન પણ કપડાં વગર જ કરે છે, શોપિંગથી લઈને તમામ કામો કપડાં પહેર્યાં વગર જ કરે છે.
આ કપલ કપડાં વગર દુનિયા ફરવા નીકળ્યાં છે, તેમના શરીર પર એક પણ પોશાક નથી. તેમની સાથે તેઓ ખુબ ઓછો સામાન લઈને ફરવા નિકળ્યાં છે. આવું કરવા પાછળનું કારણ છે કે બંને નેચુરલિસ્ટ છે એટલે કે એવા લોકો જે પોતાનો મોટાભાગનો સમય ન્યૂડ પસાર કરે છે.
હરવા-ફરવાની મજા તો બધાંને આવે છે પરંતુ સાથે સામાન લઈને ફરવું વધારે મુશ્કેલ હોય છે. આ બેલ્જિયમ કપલને આ વાતને વધારે ગંભીરતાથી લીધી અને એક અનોખી એડવેન્ચર જર્ની પર નિકળી પડ્યાં હતાં.