જાવેદ મિયાંદાદ દાઉદનો 'દલાલ' અને મેચ ફિક્સર, કોણ આપ્યું આવું સ્ફોટક નિવેદન, જાણો
મિયાંદાદે આફ્રિદીની એક તક વિશે એક ટીવી શો દરમિયાન આરોપ લગાવ્યો હતો કે, આફ્રિદી મેચ ફિક્સિંગ કરે છે અને તે માત્ર પૈસા માટે ફેયરવેલ મેચ રમવા માંગે છે. મિયાંદાદે કહ્યું હતું કે, “હું ચેલેન્જ કરૂ છું કે, તે પોતાની પુત્રીની સોંગદ ખાઈને કહે કે તેમણે પાકિસ્તાનની મેચ વેચી નથી. મિયાંદાદને જવાબ આપતા આફ્રિદીએ કહ્યું કે, મિયાંદાદ પૈસાના ભૂખ્યા છે. હું તેમણે લીગલ નોટીસ મોકલીશ.
આફ્રિદી ફેયરવેલ મેચ રમવા માંગતો હતો. પાછલા દિવસોમાં તેમણે આ એક માંગ પાકિસ્તાન બોર્ડ સમક્ષ રાખી હતી કે, વેસ્ટ ઈન્ડિઝ વિરૂદ્ધ ત્રણ ટી-20 મેચમાં તેમણે રમવાની એક તક આપવામાં આવે અને તે તેમની ફેયરવેલ સીરિઝ હશે.
એક અખબારના અહેવાલ મુજબ દાઉદને આફ્રિદીને 12 ઓક્ટોબરની રાત્રે 8 થી 9 વચ્ચે ફોન કર્યો હતો. આફ્રિદીએ કહ્યું હતું કે, તેમણે પાકિસ્તાન ક્રિકેટ ટીમ માટે ઘણુ બધુ કામ કર્યું છે, અને કોઈપણ તેમના પર ખોટા કામ કરવાના આરોપ લગાવી શકે નહી. જેના કારણે મિયાંદાદ અને આફ્રિદી વચ્ચે બોલચાલ થઈ હતી.
અંગ્રીજ વેબસાઈટને આપેલ એક ઇન્ટરવ્યૂમાં અર્શી ખાને જણાવ્યું કે, હું પાકિસ્તાનના ભૂતપૂર્વ કેપ્ટન શાહીદ આફ્રિદીનો ખુલ્લેઆમ બચાવ કરું છું. ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલા જ મીડિયામાં અહેવાલ વેતા થયા હતા કે દાઉદે પાકિસ્તાનના ઓલરાઉન્ડર શાહીદ આફ્રિદીને ધમકી આપી હતી કે તે જાવેદ મિંયાદાદ વિરૂદ્ધ બોલવાનું બંધ કરે.
ભારતીય મોડલ અર્શી ખાનનો આફ્રિદી પ્રેમ ફરી એક વખત સામે આવ્યો છે. આ વખતે અર્શી ખાને આફ્રિદી અને મિંયાદાદ વચ્ચેના વિવાદમાં ઝંપલાવ્યું છે. અર્શી ખાને જાવેદ મિંયાદાદને અન્ડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહીમનો દલાલા, એજન્ટ અને મેચ ફીક્સર ગણાવ્યો છે.