લોર્ડ્સઃ એશિઝ શ્રેણી 2019ની હેડિંગ્લેમાં રમાનારી ત્રીજી ટેસ્ટ પહેલા ઓસ્ટ્રેલિયાને મોટો ફટકો લાગ્યો છે. આ શ્રેણીમાં સૌથી સફળ બેટ્સમેન અને ઓસ્ટ્રેલિયાનો પૂર્વ કેપ્ટન સ્ટિવ સ્મિથ ગળામાં ઇજાના કારણે ત્રીજી ટેસ્ટમાંથી બહાર થઈ ગયો છે. ત્રીજી ટેસ્ટ 22 ઓગસ્ટથી લીડ્સમાં રમાશે. લોર્ડ્સમાં રમાચેલી બીજી ટેસ્ટ મેચ દરમિયાન બેટિંગ કરી રહેલા સ્મિથને ઇંગ્લેન્ડના ફાસ્ટ બોલર જોફ્રા આર્ચરનો બાઉન્સર બોલ ગળામાં વાગ્યો હતો. જે પછી તે મેદાનમાં જ પડી ગયો હતો. ત્રીજી ટેસ્ટમાં બહાર થવાની જાણકારી કોચ જસ્ટિન લેંગરે આપી હતી.



પ્રથમ ઇનિંગ્સમાં 92 રનની મહત્વપૂર્ણ ઇનિંગ્સ રમનાર સ્ટિવ સ્મિથ બીજી ઇનિંગ્સમાં બેટિંગ કરવા માટે ઉતર્યો ન હતો. તેના સ્થાને સબ્સીટ્યૂટ ખેલાડીના રુપમાં બેટિંગ કરવા આવેલા માર્નસ લાબુશેને અડધી સદી ફટકારી ટીમને પરાજયથી બચાવી હતી. ઓસ્ટ્રેલિયાને બર્મિઘમના એજબેસ્ટનમાં રમાયેલી પ્રથમ ટેસ્ટમાં જીત અપાવવામાં સ્મિથની મહત્વપૂર્ણ ભૂમિકા હતી. સ્મિથે પ્રથમ ઇનિંગ્સમાં 142 અને બીજી ઇનિંગ્સમાં 144 રન બનાવ્યા હતા.



બીજી ટેસ્ટ દરમિયાન આર્ચરના બોલ પર ઇજાગ્રસ્ત થતા સ્મિથે ક્રીઝ છોડવી પડી હતી. આર્ચરનો 92.3 મીલ પ્રતિ કલાકની ઝડપથી આવેલ બોલ સ્મિથના ગાળા અને માથાના વચ્ચેના ભાગમાં વાગ્યો હતો.

નીતિન પટેલે આરોગ્ય વિભાગના અધિકારીઓને શું આપી ખુલ્લી ચીમકી, જાણો વિગત

અમિત શાહ આવશે ગુજરાતની મુલાકાતે, જાણો શું છે તેમનો કાર્યક્રમ

 હિમાચલના પૂરમાં ફસાઈ જાણીતી એક્ટ્રેસ, માત્ર 11 વર્ષની ઉંમરે ફિલ્મોમાં કર્યું હતું ડેબ્યૂ, જાણો વિગત