લીડ્સ: લીડ્સમાં ચાલી રહેલી એશિઝ સિરીઝની ત્રીજી ટેસ્ટ મેચના બીજા દિવસે યજમાન ટીમ ઈંગ્લેન્ડ શરમજનક રીતે ઓસ્ટ્રેલિયા સામે માત્ર 67 રન પર ઓલ આઉટ થઈ ગઈ હતી. આ સાથે ઓસ્ટ્રેલિયાએ 147 રનની લીડ મેળવી છે. ઇંગ્લેન્ડ તરફથી સર્વાધિક 12 રન જૉ ડેનલીએ બનાવ્યા હતા. જ્યારે ઑસ્ટ્રેલિયા તરફથી જૉશ હેઝલવુડે 5 અને પેટ કમિંસે 3 વિકેટ ઝડપી હતી.

આ પહેલા ગુરુવારે 22 ઓગસ્ટે વરસાદથી પ્રભાવિત મેચના પહેલા દિવસે ઑસ્ટ્રેલિયાની ટીમ માત્ર 179 રન જ બનાવી શકી હતી.

પ્રથમ સેશનમાં જ ઇંગ્લેન્ડની સ્થિતિ ખરાબ રહી હતી અને માત્ર 45 રન પર જ ટીમે પોતાની 6 વિકેટ ગુમાવી દીધી હતી. લંચ બ્રેક સુધી ટીમનો સ્કોર 6 વિકેટે 54 રન હતા પરંતુ લંચ બાદ માત્ર 3.5 ઓવરમાં જ ઇંગ્લેન્ડની ટીમ ઓલઆઉટ થઈ ગઈ હતી.

ક્રિકેટરમાંથી રાજનેતા બની ગયો ધોની? ઝભ્ભો-લેંઘો અને ટોપી પહેરેલી તસવીર આવી સામે.....

રોહિત શર્માને પહેલી ટેસ્ટમાંથી પડતો મુકાતાં લોકોએ આપી વિરાટ કોહલીને ગાળો, તસવીરોમાં જુઓ ફેન્સ શું બોલ્યા....