નવી દિલ્હીઃ ઇગ્લેન્ડના ઝડપી બોલર જેમ્સ એન્ડરસન એશિઝ સીરિઝમાંથી બહાર થઇ ગયો છે. તેના  સ્થાને ઇગ્લેન્ડની ટીમમાં ક્રેગ ઓવરટનનો સમાવેશ કરવામાં આવ્યો છે. ઇગ્લેન્ડે ઓસ્ટ્રેલિયા સામેની ચોથી ટેસ્ટ મેચ માટે 13 સભ્યોની  ટીમની  જાહેરાત કરી છે. ઇગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે એશિઝ સીરિઝની ચોથી ટેસ્ટ મેચ ચાર સપ્ટેમ્બરના રોજ શરૂ થઇ રહી છે. એન્ડરસનને પ્રથમ ટેસ્ટમાં ઇજા પહોંચી  હતી.  ત્યારથી તે એશિઝ સીરિઝમાંથી બહાર છે. હાલમાં એશિઝ સીરિઝમાં બંન્ને  ટીમો 1-1 પર છે.

એક રિપોર્ટ અનુસાર, ઇજાગ્રસ્ત  જેમ્સ એન્ડરસનને ચોથી ટેસ્ટમાં રમાડવામાં આવે તેવી ચર્ચાઓ શરૂ થઇ હતી પરંતુ અંતમાં ઇજાના કારણે તે એશિઝ સીરિઝમાંથી બહાર થઇ ગયો હતો. તેને પગમાં ઇજા પહોંચી હતી. ઇજાથી પાછા ફરવા માટે તેને લંકાશાયર સાથે ડરહમ  વિરુદ્ધ મેચ રમવાનો નિર્ણય લીધો હતો પરંતુ એકવાર ફરી દુખાવો થતાં તેને  મેચમાંથી નામ પાછું ખેંચવું પડ્યુ હતું.ક્રેગ ઓવરટને પોતાની અંતિમ ટેસ્ટ મેચ માર્ચ 2018માં રમી હતી. એશિઝની ચોથી ટેસ્ટ મેચ ચાર સપ્ટેમ્બરથી શરૂ થશે.

ઇગ્લેન્ડની ટીમઃ

જો  રૂટ (કેપ્ટન), આર્ચર, બેયરસ્ટો, બર્ન્સ, બટલર, સેમ કરન, જોએ ડેનલી, જેક લીચ, ઓવર્ટન, જેસન રોય, બેન  સ્ટોક્સ, ક્રિસ વોક્સ