ઇંગ્લેન્ડ તરફથી સર્વાધિક 12 રન જૉ ડેનલીએ બનાવ્યા હતા. ઑસ્ટ્રેલિયા તરફથી જૉશ હેઝલવુડે ઘાતક બોલિંગ કરતા પાંચ અને પેટ કમિંસે 3 વિકેટ ઝડપી હતી.
ઇંગ્લેન્ડનો 67 રનનો સ્કોર ઑસ્ટ્રેલિયા સામે 71 વર્ષ બાદ તેનું સૌથી ખરાબ પ્રદર્શન છે. આ પહેલા 1948માં ઇંગ્લેન્ડે ઑસ્ટ્રેલિયા સામે ઓછા રન બનાવ્યા હતા. વર્ષ 2019 ઇંગ્લેન્ડ માટે ખૂબજ ખરાબ રહ્યું છે. ઇંગ્લેન્ડની ટીમ આ વર્ષે 3 વખત 100 થી ઓછા સ્કોર પર ઓલઆઉટ થઈ છે.
ઇંગ્લેન્ડે વેસ્ટ ઈન્ડિઝ સામે 77 રન, આયરલેન્ડ સામે 84 રન અને હવે હેડિંગ્લે ટેસ્ટમાં ઑસ્ટ્રેલિયા વિરુદ્ધ 67 રન પર ઓલઆઉટ થઈ છે. લીડ્સના હેડિંગ્લે મેદાન પર ઇંગ્લેન્ડનો સૌથી ઓછો ટેસ્ટ સ્કોર છે. આ પહેલા 1907માં ઇંગ્લેન્ડ આ જ મેદાન પર સાઉથ આફ્રિકા વિરુદ્ધ 76 રનમાં ઓલ આઉટ થયું હતું.