શશિ થરૂરની ટીમ ઈન્ડિયાને સલાહ, બોક્સિંગ ડે ટેસ્ટમાં આ ખેલાડીએ કરવી જોઈએ ઓપનિંગ, જાણો વિગત
પ્રથમ બે ટેસ્ટની 4 ઈનિંગમાં કેએલ રાહુલ 48 જ્યારે મુરલી વિજય 49 રન બનાવી શક્યા છે. બંને ઝડપથી આઉટ થઈ જતાં હોવાથી બેટિંગનું દબાણ પૂજારા અને કોહલી પર આવી જાય છે. ભારત 26 ડિસેમ્બરથી શરૂ થતી ત્રીજી ટેસ્ટમાં ભારત કેવી વ્યૂહરચના સાથે ઉતરે છે તેના પર સૌની નજર છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનવી દિલ્હીઃ ઓસ્ટ્રેલિયા સામે રમાઇ રહેલી 4 ટેસ્ટ મેચની શ્રેણીની પ્રથમ બે મેચ બાદ બંને ટીમો 1-1થી બરોબરી પર છે. જોકે ભારત માટે માત્ર વર્તમાન સીરિઝ જ નહીં પરંતુ તે પહેલા ઇંગ્લેન્ડ અને સાઉથ આફ્રિકા પ્રવાસમાં પણ ઓપનિંગ જોડીની સમસ્યા રહી છે. લોકેશ રાહુલ અને મુરલી વિજયની જોડી બંને ટેસ્ટમાં ખાસ પ્રભાવ પાડી શક્યા નથી. ટીમ ઈન્ડીયાની આ સમસ્યાને લઈ ટીમ મેનેજમેન્ટની સાથે સાથે દિગ્ગજો પણ પરેશાન છે અને હવે આ પરેશાની રાજકારણીઓમાં પણ જોવા મળી રહી છે.
શશિ થરૂરે કરેલા ટ્વિટનો સ્ક્રીનશોટ.
કોંગ્રેસના દિગ્ગજ નેતા શશિ થરૂરે ભારતે આગામી બે ટેસ્ટમાં કોને ઓપનિંગમાં ઉતારવા જોઈએ તેને લઈ પોતાનો મત વ્યક્ત કર્યો છે. થરૂરે પૃથ્વી શૉની ઇજા પર દુખ વ્યક્ત કરીને લખ્યું કે, ભારતે રવિચંદ્રન અશ્વિન અને મયંક અગ્રવાલની તરફ જોવું જોઈએ. તેની પાસે સંગઠિત રૂપથી રક્ષાત્મક શોટ રમવાની શૈલી છે અને તેમની બેટિંગના કારણે મધ્યમક્રમ તથા નીચલા ક્રમની બેટિંગ પણ મજબૂત બનશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -