રણજી ટ્રોફીમાં કેમ નથી રમતો મહેન્દ્ર સિંહ ધોની? કારણો જાણીને તમે તેને ફેન બની જશો
નવી દિલ્હીઃ ટીમ ઇન્ડિયાના પૂર્વ કેપ્ટમ મહેન્દ્ર સિંહ ધોની વિતેલા ઘણાં સમયથી ક્રિકેટથી દૂર છે. વેસ્ટ ઇન્ડીઝ વિરૂદ્ધ વનડે સીરીઝ બાદથી ધોની કોઈ ઇન્ટરનેશનલ ક્રિકેટ નથી રમ્યા, એવામાં અનેક દિગ્ગજ ક્રિકેટરનું માનવું છે કે ધોનીએ આ દરમયિાન રણજી ટ્રોફીમાં રમવું જોઈએ, જેનાથી તેની પ્રેક્ટિસ પણ થઈ જશે અને ટીમ ઇન્ડિયાને વર્લ્ડ કપ દરમિયાન તેનો ફાયદો પણ મળી શકે છે. જોકે ઝારખંડ ક્રિકેટ ટીમના કોચ રાજીવ કુમારનો મત તેનાથી બિલકુલ અલગ છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appકોચ રાજીવ કુમારે હિન્દુસ્તાન ટાઇમ્સ સાથે વાત કરતા કહ્યું હતું કે ધોની સાથે રણજી ટ્રોફી રમવાને લઈને અમે તેની સાથે વાત કરી ચૂક્યા છીએ. પરંતુ તેનું માનવું છે કે જો તે ચાર દિવસીય રણજી ટ્રોફીમાં રમે તો તેના સ્થાને કોઈ યુવા ખેલાડી માટે ટીમમાં રમવાનો રસ્તો બંધ થઈ જશે. ધોનીનો ચાર દિવસીય રણજી મેચ નહીં રમવાનો મતલબ સ્પષ્ટ છે. ધોની નથી ઇચ્છતો કે તેના સ્થાને કોઈ યુવા ખેલાડી પોતાના તકથી વંચિત રહે. ધોનીનું રણજી ટ્રોફીમાં નહીં રમવાના કારણને આપણે સમજવું પડશે.
રાજીવ કુમારે કહ્યું હતું કે ધોનીની એ વાતની પ્રશંસા કરીશ કે જ્યારે પણ તે રાંચીમા હોય છે તો પ્રેક્ટિસ સેશનમાં ભાગ લેશે. આ સિવાય યુવા ક્રિકેટરો સાથે પણ ચર્ચા કરે છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -