કાનપુર: ન્યુઝીલેંડ વિરુદ્ધ ત્રણ ટેસ્ટ મેચોની સીરિઝની પહેલી મેચમાં ટીમ ઈંડિયાના સ્ટાર સ્પિનર રવિચંદ્રન અશ્વિને મેચના ચોથા દિવસે ટેસ્ટ ક્રિકેટનો સૌથી મોટો ઈતિહાસ રચ્યો હતો. ભારતે 500મી ઐતિહાસિક ટેસ્ટમાં અશ્વિન સૌથી ઝડપી 200 ટેસ્ટ વિકેટ ઝડપનાર વિશ્વના બીજા નંબરના બોલર બની ગયો છે. અશ્વિને આ રેકોર્ડ પોતાની 37મી મેચમાં બનાવ્યો હતો. તેમને પાકિસ્તાનના ઝડપી બોલર વકાર યુનુસના 38 ટેસ્ટમાં ઝડપેલી 200 વિકેટ માટે બીજા નંબરનો ખેલાડી બની ગયો છે. અશ્વિને ટેસ્ટની ચોથી ઈનિંગમાં પોતાની 9મી અને ઈનિંગની 18મી ઓવરમાં પોતાની ત્રીજી વિકેટના રૂપમાં ન્યુઝીલેંડના કેપ્ટન કેન વિલિયમસનને આઉટ કરી આ રેકોર્ડને બનાવ્યો હતો. તમને જણાવી દઈએ કે, ટેસ્ટ ક્રિકેટમાં સૌથી ઝડપી 200 વિકેટ લેવાનો રેકોર્ડ ઑસ્ટ્રેલિયાના સ્ટાર સ્પિનર ક્લેરી ગ્રીમેટનું નામ છે. 15 ફેબ્રુઆરી 1936એ તેને પોતાની 36મી ટેસ્ટમાં 200 વિકેટનો આંકડો પાર કર્યો હતો. ગ્રીમેટે પોતાના કરિયરમાં 37 ટેસ્ટ મેચમાં 216 વિકેટ ઝડપી છે.