નવી દિલ્હીઃ આઈપીએલમાં કિંગ્સ ઇલેવન પંજાબના કેપ્ટન રવિચંદ્રન અશ્વિન દ્વારા રાજસ્થાન રોયલ્સના બેટ્સમેન જોસ બટલર સામે માંકડિંગનો પ્રયોગ કરવામાં આવ્યા બાદ શરૂ થયેલા વિવાદ અટકવાનું નામ લેતો નથી. અશ્વિનની આ હરકતની ક્રિકેટ વિશ્વમાં આલોચના થઈ હતી. પરંતુ અશ્વિનના વિરોધમાં ઇંગ્લેન્ડના સ્ટાર ખેલાડી જેમ્સ એન્ડરસને જે કર્યું તે ઘણું શરમજનક છે.

એક વીડિયોમાં જેમ્સ એન્ડરસ અશ્વિનના ફોટાને કાપતો નજરે પડે છે. તેની આ હરકતની ચારે બાજુથી આલોચના થઈ રહી છે. વીડિયોમાં એન્ડરસનના હાથમાં અશ્વિનનો ફોટો છે, જેને તે કટર મશીનમાં નાંખે છે અને બાદમાં તસવીરના ટુકડે ટુકડા થઈ જાય છે. આ વીડિયો વાયરલ થઈ રહ્યો છે.


ટીમ ઈન્ડિયાનો કમાલ, સતત ત્રીજા વર્ષે ટેસ્ટ ગદા પર કર્યો કબ્જો, જાણો કેટલી રકમ મળશે

ICCએ ટેસ્ટ ક્રિકેટને રોમાંચક બનાવવા નિયમોમાં કર્યા ફેરફાર, હવે એક બોલ પર બે ખેલાડી થઈ શકશે આઉટ, જાણો વિગત

ગુજરાતમાં ભાજપે 26 બેઠકો જીતવા બનાવ્યો આ ખાસ પ્લાન, જુઓ વીડિયો