નવી દિલ્હીઃ ટીમ ઈન્ડિયાનો યુવા વિકેટકિપર બેટ્સમેન રિષબ પંત વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસમાં બેટિંગથી પૂરી રીતે ફ્લોપ રહ્યો છે પરંતુ વિકેટકિપિંગ કરતી વખતે તેણે એક મોટી ઉપલબ્ધિ હાંસલ કરી છે. વિન્ડિઝ સામે તેણે માત્ર 19.33ની સરેરાશથી 58 રન જ બનાવ્યા છે પરંતુ એક મોટો રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે.




પંતે વેસ્ટ ઈન્ડિઝ સામે ઈશાંત શર્માની ઓવરમાં ક્રેગ બ્રેથવેટનો કેચ પકડવાની સાથે જ ટેસ્ટ ક્રિકેટમાં 50 શિકાર પૂરા કર્યા હતા. જેની સાથે જ પંત ટેસ્ટ ક્રિકેટમાં વિકેટ પાછળ સૌથી ઝડપી 50 શિકાર કરનારો પ્રથમ ભારતીય વિકેટકિપર બની ગયો છે. આ મામલે તેણે પૂર્વ કેપ્ટન ધોનીને પાછળ રાખી દીધો છે.



પંતે કરિયરની 11મી ટેસ્ટમાં જ આ સિદ્ધી મેળવી છે, જ્યારે ધોનીએ 15 ટેસ્ટમાં આ રેકોર્ડ બનાવ્યા હતા. ભારત તરફથી રિષભ પંતે મહેન્દ્ર સિંહ ધોનીને પાછળ રાખ્યો તો ટેસ્ટ ક્રિકેટના ઇતિહાસમાં આવું કરવાના મામલે તે ઓસ્ટ્રેલિયાના પૂર્વ વિકેટકિપર ગિલક્રિસ્ટ સાથે સંયુક્ત રીતે બીજા નંબર પર આવી ગયો છે. ગિલક્રિસ્ટે પણ 50 ટેસ્ટ શિકાર 11મી ટેસ્ટમાં જ પૂરા કર્યા હતા.

વિન્ડિઝ સામે રમી રહેલા ટીમ ઈન્ડિયાના સ્ટાર ક્રિકેટર સામે જાહેર થયું ધરપકડ વોરંટ, 15 દિવસનો આપ્યો સમય

કેનેડામાં અકસ્માતમાં ત્રણ ગુજરાતી વિદ્યાર્થીઓના મોત, જાણો વિગત

મોહમ્મદ શમીએ છેલ્લી 6 ટેસ્ટ ઈનિંગમાં કેટલા રન બનાવ્યા ? આંકડો જાણીને લાગશે આંચકો