IND Vs BAN: ફાઈનલમાં આજે આ 5 ફેરફાર કરી શકે છે ભારત
નવી દિલ્હીઃ હાલની વિજેતા ભારતીય ટીમ શુક્રવારે એટલે કે આજે 7માં એશિયા કપના ખિતાબ માટે દુબઈ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડિયમમાં બાંગ્લાદેશ સાથે ટકરાશે. ભારતે 2016માં આ જ બાંગ્લાદેશને હરાવીને પોતાનો છઠ્ઠો એશિયા કપ ખિતાબ જીત્યો હતો. બાંગ્લા ટીમ ત્રીજા વખત ફાઈનલમાં પહોંચી છે. આ મેચ ભારતીય સમયાનુસાર સાંજે 5.00 કલાકે શરૂ થશે.
ભારતે અફઘાનિસ્તાન વિરૂદ્ધના છેલ્લા મેચમાં પોતાના મુખ્ય ખેલાડીઓને આરામ આપ્યો હતો. ટીમ ઇન્ડિયા સુપર 4માં પોતાનો એક મેચ પહેલા જ ફાઈનલમાં ક્વોલિફાઈ કરી ચૂકી હતી, માટે ટીમે પોતાના પાંચ ખેલાડીઓને આરામ આપ્યો હતો.
ભારતની સંભવિત ટીમઃ શિખર ધવન, રોહિત શર્મા (કેપ્ટન), અંબાતિ રાયડૂ, દિનેશ કાર્તિક, એમએસ ધોની (વિકેટકીપર), કેદાર જાધવ, રવીન્દ્ર જાડેજા, ભુવનેશ્વર કુમાર, યુજવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ, જસપ્રીત બુમરાહ
કેએલ રાહુલ અને મનીષ પાંડેએ રોહિત શર્મા અને શિખર ધવાનની જગ્યા લીધી. સિદ્ધાર્થ કૌલ, દીપક ચહર અને ખલીલ અહમદે ભુવનેશ્વર કુમાર, જસપ્રીત બુમરાહ અને કુલદીપ યાદવની જગ્યા લીધી હતી. હવે તમામ પાંચ ખેલાડી જેને આરામ આપવામાં આવ્યો હતો ફાઈનલ દરમિયાન અંતિમ 11માં પરત ફરશે.
રોહિત શર્મા અને શિખર ધવન પહેલાની જેમ જ ઈનિંગની શરૂઆત કરશે. અફઘાનિસ્તાન વિરૂદ્ધ ઓપનિંગ જોડીની ભૂમિકામાં રહેલ અંબાતિ રાયડૂ નંબર 3 પર આવી શકે છે. ઉપરાંત રોહિત ફરી એક વખત કેપ્ટન તરીકે પરત ફરશે.