એશિયા કપઃ ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે ટાઈ, શેહઝાદ મેન ઓફ ધ મેચ
દુબઈઃ ભારત-અફઘાનિસ્તાન વચ્ચેની સુપર-4ની મેચ ટાઇ થઈ હતી. અફઘાનિસ્તાને ભારતને જીતવા 253 રનનો લક્ષ્યાંક આપ્યો હતો, જેની સામે ભારતની ટીમ 49.5 ઓવરમાં 252 રન બનાવી ઓલઆઉટ થઈ ગતી. લોકેશ રાહુલ સૌથી વધુ 60, રાયડુએ 57, કાર્તિકે 44 અને જાડેજાએ 25 રન કર્યા હતા. ધોનીના સુકાની પદ હેઠળ પાંચમી અને ભારતની ઓવર ઓલ આઠમી મેચ ટાઇ રહી. મેચનું પરીણામ ટુર્નામેન્ટમાં કોઇ મહત્વ ધરાવતું ન હતું. ભારત પહેલા જ ફાઇનલમાં પહોચી ગયું છે. જ્યારે અફઘાન ટુર્નામેન્ટમાંથી બહાર ફેકાઇ ગયું છે. અફઘાનિસ્તાન તરફથી 124 રન બનાવનારા શેહઝાદને મેન ઓફ ધ મેચ જાહેર કરાયો હતો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appએશિયા કપમાં અફઘાનિસ્તાને ભારત સામે પ્રથમ બેટિંગ કરતાં 50 ઓવરના અંતે 8 વિકેટના નુકસાન પર 252 રન બનાવ્યા હતા. અફઘાન બેટ્સમેન શેહઝાદે 117 બોલમાં 11 ચોગ્ગા અને 7 છગ્ગાની મદદથી 124 રન બનાવ્યા હતા. મોહમ્મદ નબીએ 56 બોલમાં 3 ચોગ્ગા અને 4 છગ્ગા ફટકારી 64 રનનું યોગદાન આપ્યું હતું. ભારત તરફથી રવિન્દ્ર જાડેજાએ 46 રનમાં 3 અને કુલદીપ યાદવે 38 રનમાં 2 વિકેટ લીધી હતી. અહમદ-ચહર-જાદવને 1-1 સફળતા મળી હતી.
આ પહેલા ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી અફઘાનિસ્તાનની ટીમે આક્રમક શરૂઆત કરી હતી. અફઘાન ટીમનો સ્કોર 12.4 ઓવરે 65 રન હતો ત્યારે જાડેજાએ અહમદીને 5 રને સ્ટંપ આઉટ કરાવી ભારતને પ્રથમ સફળતા અપાવી હતી. જે બાદ 14.4 ઓવરમાં જાડેજાએ રહમત શાહને 3 રને બોલ્ડ કરી ભારતને બીજી સફળતા અપાવી હતી. 15.2 ઓવરમાં કુદપી શાહીદીને ધોનીના હાથે સ્ટંપ આઉટ કરાવ્યો હતો. જે પછીના બોલ પર કેપ્ટન અસરગને કુલદીપ યાદવે બોલ્ડ કરી ટીમનો ચોથી સફળતા અપાવી હતી. શેહઝાદ 88 બોલમાં સદી પૂરી કરી હતી. ચહરે ગુલબદીનને 15 રને આઉટ કરી કરિયરની પ્રથમ વિકેટ લેવાની સાથે ભારતને પાંચમી સફળતા અપાવી હતી. શેહઝાદ અને નબી વચ્ચે છઠ્ઠી વિકેટ માટે 48 રનની ભાગીદારી થઈ હતી. શેહઝાદ 124 રન બનાવી કેદાર જાદવની ઓવરમાં છઠ્ઠી વિકેટના રૂપમાં આઉટ થયો ત્યારે અફઘાનિસ્તાનનો સ્કોર 180 રન હતો. તેણે 116 બોલમાં 11 ચોગ્ગા અને 7 છગ્ગા માર્યા હતા. મોહમ્મદ નબીએ અંતિમ ઓવરોમાં 56 બોલમાં 3 ચોગ્ગા અને 4 છગ્ગા ફટકારી 64 રનનું યોગદાન આપ્યું હતું.
ભારતીય ટીમમાં પાંચ ફેરફાર કરવામાં આવ્યા છે. રોહિત શર્મા, શિખર ધવન, ભુવનેશ્વર કુમાર, જસપ્રીત બુમરાહ, યુઝવેન્દ્ર ચહલને આરામ આપવામાં આવ્યો છે. દીપક ચહરે વનડેમાં ડેબ્યૂ કર્યું હતું. લોકેશ રાહુલ, મનીષ પાંડ, સિદ્ધાર્થ કૌલ, અહમદનો ટીમમાં સમાવેશ કરાયો હતો.
7 ઓગસ્ટ 1992એ ઉત્તર પ્રદેશના આગ્રામાં જન્મેલા દીપક ચહરે 12 વર્ષની ઉંમરે જ ક્રિકેટ રમવાની શરૂઆત કરી દીધી હતી. યુપીમાં જન્મેલા દીપકે ક્રિકેટિંગ કરિયરની શરૂઆત રાજસ્થાન તરફથી કરી. 2010માં હૈદરાબાદ સામે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં સ્થાન મળ્યું. ડેબ્યૂ મેચમાં દીપકે તરખાટ મચાવ્યો અને 10 રન આપીને 8 વિકેટ ચટકાવી હતી. હૈદરાબાદની ટીમ માત્ર 21 રનમાં જ ઓલઆઉટ થઈ ગઈ હતી. ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં કોઈ ટીમ દ્વારા બનાવેલો આ સૌથી લોએસ્ટ સ્કોર છે. 2011માં તેને IPLમાં રાજસ્થાન રોયલ્સની ટીમે ખરીદ્યો. પાંચ વર્ષ રાજસ્થાનની ટીમમાં રમ્યા બાદ રાઈઝિંગ પૂણે સુપરજાઈન્ટ્સે દીપકને ખરીદી લીધો. 2018માં ચેન્નઈ સુપર કિંગ્સમાં સમાવેશ થતા જ તેનું નસીબ બદલાઈ ગયું.
અફઘાનિસ્તાને ટોસ જીતી પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ધોનીએ 696 દિવસ બાદ ફરી એકવખત કેપ્ટનશિપ સંભાળી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -