એશિયા કપ: ભારત-પાકિસ્તાન મેચમાં આ 5 ખેલાડીઓ હશે ગેમ ચેન્જર
ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન મહેંદ્ર સિંહ ધોની દુનિયાના સર્વશ્રેષ્ઠ ફિનિશરોમાં એક છે. ખાસ કરીને એશિયાઈ પીચો પર ધોની વિસ્ફોટક સાબિત થાય છે. મેચો UAEમાં રમાવાની છે ત્યાની સપાટ પીચ પર ધોની વિરોધી ટીમ માટે ખતરો હશે. કોહલીની ગેરહાજરીમાં તેનો અનુભવ પણ ટીમ ઈન્ડિયાને ખૂબ કામ લાગશે.
ફખર જમાનનું નામ આજે પણ ભારતીય ફેન્સના દિલમાં ખૂંચે છે, જેણે ભારત વિરૂદ્ધ ચેમ્પિનય ટ્રોફી ફાઈનલમા શાનદાર સદી ફટકારતા પોતાની ટીમને ચેમ્પિયન બનાવવામાં મહત્વનો ફાળો આપ્યો હતો. એશિયા કપમાં ફખર જમાન શ્રેષ્ઠ પ્રદર્શન કરી શકે છે.
ટેસ્ટ મેચોમાં હાર્દિક પંડ્યાનું પ્રદશર્ન ભલે નિરાશાજનક રહ્યું હોય લિમિટેડ ઓવરોના ક્રિકેટમાં તે શાનદાર બેટિંગ કરે છે. તેની હિટિંગ પાવર ખૂબ જ શાનદાર છે. ગત વખતે ચેમ્પિયન્સ ફાઈનલમાં તેણે પાકિસ્તાન સામે 76 રન બનાવ્યા હતા. આ સાથે તેણે 1 વિકેટ પણ ઝડપી હતી. પરંતુ આ મેચમાં તે ભારતને જીત ન અપાવી શક્યો. આ વખતે પંડ્યા શ્રેષ્ઠ પ્રદર્શન આપવાની કોશિશ કરશે.
પાકિસ્તાનના ફાસ્ટ બોલર મોહમ્મદ આમિર ભારતીય બેટ્સમેનો માટે માથાના દુખાવા સમાન છે. ગત ચેમ્પિયન ટ્રોફીની ફાઈનલમાં તેણે 6 ઓવરના સ્પેલમાં 16 રન આપી 3 વિકેટ ઝડપી હતી અને ભારતનો ટોપ ઓર્ડર ફેલ રહેતા મેચ ગુમાવવી પડી હતી. આ વખતે આમિર એશિયા કપમાં પોતાનું શ્રેષ્ઠ પ્રદર્શન આપવાની કોશિશ કરશે.
નવી દિલ્હી: એશિયા કપમાં જ્યારે ભારત અને પાકિસ્તાન આમને-સામને હશે ત્યારે રોમાંચ ચરમ પર હશે. 19 સપ્ટેમ્બરે આ બંને ટીમ એકબીજા સામે ટકરાશે. ભારત અને પાકિસ્તાન બંને ટીમો પાસે કેટલાક ખેલાડીઓ છે જે ગેમ ચેન્જર સાબિત થઈ શકે છે. એશિયા કપમાં વિરાટ કોહલીની જગ્યાએ ટીમ ઈન્ડિયા કેપ્ટન બનેલા રોહિત શર્મા પર સૌની નજર રહેશે. રોહિત શર્મા ભારત માટે ગેમ ચેન્જર સાબિત થઈ શકે છે. લગભગ 2 મહિનાથી ક્રિકેટથી દૂર રોહિત શર્મા એશિયા કપમાં પાકિસ્તાન સામે શાનદાર પ્રદર્શન કરવા માટે ઉત્સાહીત હશે.