ભારત-પાકિસ્તાનની મેચની ટિકીટોનો ભાવ લાખોમાં પહોંચ્યો, છતાં લેવા પડાપડી, જાણો કેટલામાં વેચાઇ રહી છે ટિકીટ
નવી દિલ્હીઃ બુધવારે બે ચીર પ્રતિદ્વંદ્વી ભારત અને પાકિસ્તાની એશિયા કપની ટૂર્નામેન્ટમાં ટકરાવવાના છે. દરવખતની જેમ આ વખતે પણ બન્ને દેશો વચ્ચે બરાબરીની ટક્કર જામશે, આને જોતા હવે બન્ને દેશોના ક્રિકેટપ્રેમીઓમાં ટિકીટ લેવા હોડ જામી છે. ધસારાને જોતા ટિકીટના ભાવ પણ લાખોમાં પહોંચી ગયા છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appભારત અને પાકિસ્તાન વચ્ચેના રોચક મુકાબલાને લઇને બન્ને ટીમો પણ પુરેપુરી તૈયારીઓમાં જોડાઇ ગઇ છે.
પીટીઆઇના એક રિપોર્ટ અનુસાર, ભારત સામેની પાકિસ્તાનની મેચની ટિકીટની કિંમત લાખોમાં પહોંચી ગઇ છે. એક લગ્ઝરી સીટની કિંમત 1.15 લાખ રૂપિયા છે.
ક્રિકેટનું ઝનૂન એટલું બધુ છે કે લોકો 1.15 લાખે પહોંચી ટિકીટ ખરીદવા માટે પણ પહોંચી ગયા છે. સામે આયોજનકર્તાને પણ આશા છે કે, મેચની બધી સીટો ફૂલ રહેશે. જોકે, હોંગકોંગ સામેની મેચ જોવા બહુ ઓછા લોકો આવવાની શક્યતા છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -