✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

કમ્પાઉન્ડર પિતાના પુત્રની ભારતીય ટીમમાં થઈ પસંદગી, દ્રવિડને માને છે ગુરુ, જાણો વિગત

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  01 Sep 2018 05:35 PM (IST)
1

નવી દિલ્હીઃ યુએઈમાં 15 સપ્ટેમ્બરથી શરૂ થવા જઈ રહેલા એશિયા કપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરી દેવામાં આવી છે. જેમાં ભારતના નિયમિત કેપ્ટન વિરાટ કોહલીને આરામ આપવામાં આવ્યો છે. કોહલીની ગેરહાજરીમાં રોહિત શર્મા સુકાની પદ સંભાળશે. રોહિતના નેતૃત્વમાં રાજસ્થાનના 20 વર્ષના ડાબોડી ફાસ્ટ બોલર ખલીલ અહમદને નવા ચહેરા તરીકે સ્થાન મળ્યું છે.

2

ઈન્ડિયા-એ વતી રમતાં ખલીલે કરેલા શાનદાર પ્રદર્શન બદલ તેનો સીનિયર ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે.

3

આઈપીએલમાં ખલીલને 2016માં દિલ્હી ડેરડેવિલ્સે 10 લાખમાં ખરીદ્યો હતો. આ સમયે દ્રવિડ દિલ્હીની ટીમનો મેન્ટર હતો. ત્યારથી જ દ્રવિડની નજર તેના પર હતી. 2018માં સનરાઇઝર્સે હૈદરાબાદે તેને 3 કરોડ 20 લાખ રૂપિયામાં કરારબદ્ધ કર્યો હતો.

4

ખલીલ પ્રતિભાને નિખારવામાં રાહુલ દ્રવિડનો મોટો હાથ છે. ખલીલે ઈન્ડિયા-એ અને અંડર-19માં દ્રવિડની દેખરેખમાં તેણે શાનદાર દેખાવ કર્યો છે. ખલીલ એનસીએમાં ટ્રેનિંગ લે છે અને રાહુલ દ્રવિડને ગુરુ માને છે. ભારતના પૂર્વ સ્ટાર બોલર ઝહીર ખાને પણ ખલીલ અહમદની પ્રશંસા કરતાં તેને પ્રતિભાશાળી બોલર ગણાવ્યો છે.

5

ખલીલે એક ઈન્ટવ્યૂમાં કહ્યું કે, તેણે ઝહીર ખાનને બોલિંગ કરતો જોઈને ક્રિકેટ રમવાનું શરૂ કર્યું. તેની બોલિંગ એક્શન પણ ઝહીરને મળતી આવે છે. તાજેતરમાં જ તેણે ઇંગ્લેન્ડ પ્રવાસ પર ઈન્ડિયા એ વતી રમતા 5 મેચમાં 8 વિકેટ લઈ પ્રભાવશાળી પ્રદર્શન કર્યું હતું.

6

ખલીલ અહમદની ખાસિયત તેની સ્પીડ અને લાઇન લેન્થ છે. તે 145 કિમી/કલાકની સરેરાશ સ્પીડની બોલિંગ કરે છે. આ દરમિયાન બોલ પર તેનું નિયંત્રણ પણ શાનદાર રહે છે. 2018માં સૈયદ મુશ્તાક અલી ટુર્નામેન્ટની 10 મેચમાં 17 વિકેટ લઈને સૌથી વધારે વિકેટ લેનારા બોલરની યાદીમાં તે બીજા નંબરે હતો. તેણે 15.53ની સરેરાશ અને 13.77ના સ્ટ્રાઇક રેટથી બોલિંગ કરી હતી.

7

રાજસ્થાનના ટોંક જિલ્લાના માલપુરા ગામમાં જન્મેલા ખલીલ અહમદે અત્યાર સુધી 17 લિસ્ટ એ મેચ રમી છે. જેમાં 29 વિકેટ લીધી છે. ખલીલના પિતા ટોંક જિલ્લાની એક સરકારી હોસ્પિટલમાં કમ્પાઉન્ડર છે. તે તેના દીકરાને ભણાવીને ડોક્ટર બનાવવા માંગતા હતા, પરંતુ કોચ ઈમ્તિયાઝે મનાવ્યા બાદ તેના પિતા ક્રિકેટર બનાવવા સહમત થયા હતા.

  • હોમ
  • સ્પોર્ટ્સ
  • કમ્પાઉન્ડર પિતાના પુત્રની ભારતીય ટીમમાં થઈ પસંદગી, દ્રવિડને માને છે ગુરુ, જાણો વિગત
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.