એશિયા કપ 2018: કોહલીનો ટીમ ઈન્ડિયામાં ન કરાયો સમાવેશ, આ વિસ્ફોટક બેટ્સમેન સંભાળશે કેપ્ટનશિપ, જાણો વિગત
ભારત 2016માં યજમાન બાંગ્લાદેશને હરાવીને એશિયા કપ ક્રિકેટ ટી-20 જીત્યો હતો. ભારત અત્યાર સુધીમાં સર્વાધિક 6 વખત એશિયા કર ચેમ્પિયન બન્યું છે. 1984થી શરૂ થયેલી આ ટુર્નામેન્ટમાં શ્રીલંકા વખત વિજયી બન્યું છે, જ્યારે પાકિસ્તાન બે વખત વિજેતા બન્યું છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appયો-યો ટેસ્ટમાં પાસ ન કરી શકવાના કારણે ઇંગ્લેન્ડ સામેની શ્રેણીમાંથી બહાર થયેલો બેટ્સમેન અંબાતિ રાયડૂને ફરી એકવાર ટીમમાં સમાવેશ કરાયો છે. ઉપરાંત કેદાર જાધવની પણ ટીમમાં વાપસી થઈ છે.
ભારતીય ટીમમાં 20 વર્ષના ડોબાડી ફાસ્ટ બોલર ખલીલ અહમદનો સમાવેશ કરવામાં આવ્યો છે. રાજસ્થાનના આ ફાસ્ટ બોલરને આઈપીએલ 2018માં સનરાઇઝર્સ હૈદરાબાદે 3 કરોડ રૂપિયામાં કરારબદ્ધ કર્યો હતો અને તેને માત્ર એક જ મેચ રમવાનો મોકો મળ્યો હતો.
નવી દિલ્હીઃ એશિયા કપ માટે બીસીસીઆઈ દ્વારા આજે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી હતી. 15 સપ્ટેમ્બરથી શરૂ થઈ રહેલી શ્રેણી માટે 16 સભ્યોની ટીમની જાહેરાત કરવામાં આવી હતી. આ ટુર્નામેન્ટમાં ભારતીય ટીમનું નેતૃત્વ રોહિત શર્મા કરશે. વિરાટ કોહલીને આરામ આપવામાં આવ્યો છે. વાઇસ કેપ્ટન તરીકે શિખર ધવનની નિમણૂક કરવામાં આવી છે.
એશિયા કપ માટે ભારતીય ટીમ આ પ્રમાણે છેઃ રોહિત શર્મા (કેપ્ટન), શિખર ધવન (વાઇસ કેપ્ટન), કેએલ રાહુલ, અંબાતિ રાયડૂ, મનીષ પાંડે, કેદાર જાધવ, એમએસ ધોની(વિકેટકિપર), દિનેશ કાર્તિક, હાર્દિક પંડ્યા, કુલદીપ યાદવ, યુઝવેન્દ્ર ચહલ, અક્ષર પટેલ, ભુવનેશ્વર કુમાર, જસપ્રીત બુમરાહ, શાર્દુલ ઠાકુર, ખલીલ અહમદ.
- - - - - - - - - Advertisement - - - - - - - - -