એશિયા કપ 2018: શ્રીલંકાની ટીમમાં એક વર્ષ બાદ થઈ આ ઘાતક બોલરની વાપસી, જાણો વિગત
ટીમમાં દાનુષ્કા ગુલાતિલકાની વાપસી થઈ છે. સાઉથ આફ્રિકા સામે ટેસ્ટ સીરિઝમાં ખરાબ વર્તન બદલ તેના પર પ્રતિબંધ લગાવાયો હતો. મલિંગાની સાથે દિલરુવાન પરેરા અને દુષ્માંથી ચમીરાની પણ વાપસી થઈ છે. પરેરાએ છેલ્લી વનડે એપ્રિલ 2017માં રમી હતી, જ્યારે ચમીરા પણ પાંચ મહિના બાદ વાપસી કરી રહ્યો છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appવારંવાર ઈજાગ્રસ્ત બની જતાં 35 વર્ષી મલિંગાએ ગત વર્ષે સપ્ટેમ્બરમાં ભારત સામે અંતિમ વન ડે રમી હતી. આ મેચમાં તેણે 35 રન આપી 1 વિકેટ લીધી હતી. મલિંગાની વન ડે ક્રિકેટમાં 301 અને ટી20 આંતરરાષ્ટ્રીયમાં 90 વિકેટ છે.
કોલંબોઃ ભારત બાદ શ્રીલંકાએ પણ એશિયા કપ માટે ટીમની જાહેરાત કરી હતી. એક તરફ ભારતીય ટીમમાંથી કેપ્ટન કોહલીને આરામ આપવામાં આવ્યો છે ત્યારે બીજી તરફ શ્રીલંકાની ટીમમાં આશરે એક વર્ષ બાદ તેના ફાસ્ટ બોલર લસિથ મલિંગાની વાપસી થઈ છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -