એશિયા કપ 2018: ભારતમાં નહીં આ દેશમાં થશે આયોજન, જાણો કેમ બદલાયું સ્થળ
એશિયા કપની 14મી આવૃત્તિ હશે. પહેલા 12 ટૂર્નામેન્ટ વનડે ફોર્મેટમાં રમાતી હતી પરંતુ 2016માં તેન ટી-20 ફોર્મેટમાં બદલી દેવામાં આવી. એશિયા કપનું વર્તમાન ચેમ્પિયન ભારત છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appએશિયા કપમાં આઈસીસીના પૂર્ણ સભ્યો ભારત, પાકિસ્તાન, શ્રીલંકા, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાન ઉપરાંત અન્ય એક ટીમ ભાગ લેશે. આ રીતે કુલ 6 ટીમો એશિયા કપમાં રમશે. છઠ્ઠી ટીમનો નિર્ણય પ્લેઓફ દ્વારા કરવામાં આવશે. પ્લેઓફ મુકાબલો યુએઈ, હોંગકોંગ, નેપાળ અને ઓમાન વચ્ચે રમાશે.
ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા રાજકીય તણાવના કારણે આ ફેંસલો લેવામાં આવ્યો છે. એશિયન ક્રિકેટ કાઉન્સિલે આ મામલે ચર્ચા-વિચારણા કર્યા બાદ આ ફેંસલો લીધો છે. આ ફેંસલાની પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના અધ્યક્ષ નજમ સેઠીએ જાણકારી આપી હતી.
નવી દિલ્હીઃ ભારતના ક્રિકેટ પ્રેમીઓ માટે નિરાશાનજક સમાચાર છે. ચાલુ વર્ષે રમાનારા એશિયા કપનું આયોજન ભારતના બદલે સંયુક્ત અરબ અમીરાત (UAE)માં કરવામાં આવશે. પહેલા આ ટૂર્નામેન્ટનું આયોજન 13 થી 28 સપ્ટેમ્બર વચ્ચે ભારતમાં થવાનું હતું.
- - - - - - - - - Advertisement - - - - - - - - -