એશિયા કપઃ બાંગ્લાદેશના આ બેટ્સમેનને હાથમાં ફ્રેક્ચર થયા બાદ એક હાથે કરી બેટિંગ, જાણો વિગત
ઈજાના કારણે ઈકબાલ સમગ્ર ટુર્નામેન્ટમાંથી બહાર થઈ જતાં બાંગ્લાદેશની ટીમને મોટો ફટકો લાગ્યો છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appજે બાદ મોરચો ફુલ ફોર્મમાં જોવા મળી રહેલા મુશફિકુર રહીમે સંભાળી લીધો. તેણે ઘાયલ ઈકબાલને સામા છેડે આવવા જ ન દીધો અને લાંબા શોર્ટ ફટકારવાનું શરૂ કર્યું. બંનેએ આખરી વિકેટ માટે 32 રનની મહત્વપૂર્ણ ભાગીદારી કરી. ઈકબાલ 4 બોલમાં અણનમ 2 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો.
મેચની બીજી ઓવરમાં સુરંગા લકમલના બોલને ફટકારવાના પ્રયાસમાં થાપ ખાઈ જતાં બોલ સીધો જ તેના કાંડા પર વાગ્યો હતો. જે બાદ તે રિટાયર્ડ હર્ટ થઈ ગયો અને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો. જ્યાં સ્કેનિંગ દરમિયાન તેના કાંડામાં ફ્રેક્ચર હોવાનું સામે આવ્યું. તેમ છતાં તેણે બેટિંગ કરી અને ટીમનો સ્કોર 261 સુધી પહોંચાડવામાં મદદ કરી.
47મી ઓવરની 5મી બોલ પર રહમાન આઉટ થઈને પેવેલિયન પરત ફરી ચુક્યો હતો. તે સમયે બાંગ્લાદેશની ઈનિંગ સમાપ્ત થઈ ગઈ હોય તેમ લાગતું હતું પરંતુ ત્યારે જ તમીમ ઈકબાલ મેદાન પર આવ્યો. ઈજાગ્રસ્ત હાથથી રમવા માટે તેણે ગ્લોઝને ફાડીને તેમાંથી આંગળી બહાર નીકાળી હતી. તેણે સુરંગા લકમલની એક બોલનો સામનો કરવો પડ્યો હતો.
દુબઈઃ બાંગ્લાદેશ-શ્રીલંકા વચ્ચે એશિયા કપ 2018ની પ્રથમ મેચમાં તમીમ ઇકબાલે ખેલભાવનાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. હાથમાં ફ્રેક્ચરના કારણે રિટાયર્ડ હર્ટ થઈને પેવેલિયન પરત ફરી ચુકેલા તમીમે જરૂર પડવા પર એક હાથે બેટિંગ કરીને તમામનું દિલ જીતી લીધું. જોકે ઈજાના કારણે તમીમ ઇકબાલ સમગ્ર ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગયો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -