Litton Das Ruled out Asia Cup 2023: એશિયા કપ 2023 પહેલા બાંગ્લાદેશને મોટો ઝટકો લાગ્યો છે. ટીમનો સ્ટાર બેટ્સમેન લિટન દાસ ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગયો છે. વિકેટ કીપર બેટ્સમેન લિટન દાસ હાલ વાયરલ ફીવરથી પીડિત હોવાથી આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ કારણથી તે હજુ સુધી ટીમમાં સામેલ થઈ શક્યો નથી. લિટન હજુ સુધી પ્રથમ મેચ માટે શ્રીલંકા પણ પહોંચી શક્યો નથી. આ કારણોસર તેઓ ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગયા છે. લિટનની ગેરહાજરીમાં અનામુલ હકને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે.


લિટન બાંગ્લાદેશના શ્રેષ્ઠ ખેલાડીઓની યાદીમાં સામેલ છે. તેણે અત્યાર સુધી રમાયેલી 72 વનડેમાં 2213 રન બનાવ્યા છે. આ દરમિયાન તેણે 5 સદી અને 10 અડધી સદી ફટકારી છે. લિટનનો શ્રેષ્ઠ ODI સ્કોર 176 રન છે. તે એશિયા કપ પહેલા જ વાયરલ ફીવરની ઝપેટમાં આવી ગયો હતો અને હજુ સુધી તે સંપૂર્ણ સ્વસ્થ થયો નથી. આ કારણે તેઓ એશિયા કપમાંથી બહાર થઈ ગયા છે.


બાંગ્લાદેશે લિટનની ગેરહાજરીમાં અનામુલ હકને ટીમમાં જગ્યા આપી છે. વિકેટ કીપર બેટ્સમેન અનામુલે અત્યાર સુધીમાં 44 વનડે રમી છે. આ દરમિયાન 1254 રન બનાવ્યા છે. તેણે 3 સદી અને 5 અડધી સદી ફટકારી છે. તેનો શ્રેષ્ઠ ODI સ્કોર 120 રન છે. અનામુલે 20 T20 આંતરરાષ્ટ્રીય મેચમાં 445 રન બનાવ્યા છે. તેણે ટીમ માટે છેલ્લી મેચ ડિસેમ્બર 2022માં રમી હતી. ત્યારથી તેઓ ટૂર્નામેન્ટથી બહાર હતા જો કે હવે તેમને કમ બેક કરવાનો સારો મોકો મળ્યો છે.


એશિયા કપ 2023 માટે અપડેટ કરેલી બાંગ્લાદેશની ટીમ: શાકિબ અલ હસન (કેપ્ટન), નઝમુલ હુસૈન શાંતો, તૌહીદ હૃદયોય, મુશફિકુર રહીમ, અફીફ હુસેન ધ્રુબો, મેહિદી હસન મિરાજ, તસ્કીન અહેમદ, હસન મહમૂદ, મુસ્તફિઝુર રહેમાન, શોરફુલ અહેમદ, મહમદ હસન, નસુમ ઈસ્લામ. , નઈમ શેખ , શમીમ હુસૈન , તનઝીદ હસન તમીમ , તનઝીમ હસન સાકિબ , અનમુલ હક બિજોયનો સમાવેશ થાય છે.