અફઘાનિસ્તાન સાથે મેચ ટાઈ, 4 વર્ષ બાદ ફરી ‘વિલન’ બન્યો આ ખેલાડી
રવીન્દ્ર જાડેજાએ 14 મહિના બાદ વનડેમાં વાપસી કરી છે. તેણે બાંગ્લાદેશ વિરૂદ્ધ હાલના એશિયા કપમાં 10 ઓવરમાં 29 રન આપીને ચાર વિકેટ ઝડપી હતી. એ મેચમાં તે મેન ઓફ ધ મેચ રહ્યો હતો. અફઘાનિસ્તાન વિરૂદ્ધ મેચમાં તેણે ત્રણ વિકેટ લીધી હતી, પરંતુ જ્યારે બેટિંગથી મેચ જીતાડવાનો વારો આવ્યો ત્યારે તે આઉટ થઈ ગયો અને મેચ ટાઈ થઈ ગઈ.
આ પ્રથમ ઘટના નથી, જ્યારે જાડેજાએ મેચ ટાઈ કરાવી. આ પહેલા જાન્યુઆરી 2014માં ન્યૂઝીલેન્ડ વિરૂદ્ધ પણ આવું જ થયું હતું. ત્યારે ન્યૂઝીલેન્ડ વિરૂદ્ધ જીતવા માયટે ભારતને અંતિમ બોલ પર બે રનની જરૂરત હતી. પરંતુ કોરી એન્ડરસનના એ બોલ પર જાડેજા એક જ રન લઈ શક્યો અને મેચ ટાઈ થઈ ગઈ હતી.
રાશિદ ખાનની અંતિમ ઓવરમાં ભારતે જીતવા માટે સાત રન બનાવાવના હતા. જાડેજાએ રાશિદના બીજા બોલ પર ચોગ્ગા સાથે ભારતને જીતની નજીક પહોંચાડ્યું. જાડેજાએ પછીના બોલ પર એક રન લીધો. ત્યાર બાદ ખલીલ અહમદે પણ એક રન માટે દોડ્યો. જેના માટે ભારતે જીત માટે અંતિમ બોલ પર એક રન બનાવવાનો હતો. જાડેજાએ જોકે પાંચમો બોલ હવામાં રમીને નજીબુલ્લાહ જાદરાનને કેચ આપ્યો હતો અને મેચ ટાઈ થયો હતો.
નવી દિલ્હીઃ ભારત અને અફઘાનિસ્તાનની વચ્ચે એશિયા કપના સુપર-4 ખૂબ જ રોમાંચક મેચ ટાઈ રહ્યો. અફઘાનિસ્તાનના 253 રનના ટાર્ગેટનો પીછો કરતાં ભારતે 50મી ઓવરની પાંચમાં બોર પર રવિન્દ્ર જાડેજા (25) રને પોતાની અંતિમ વિકેટ ગુમાવી અને આખી ટીમ 252 રન પર ઓલ આુટ થઈ ગઈ અને તેની સાથે જ જાડેજા ફરી એક વખત વિલન સાબિત થયા. ચાર વર્ષ પહેલા પણ તેના કારણે ટીમ ઇન્ડિયાનો મેચ ટાઈ થયો હતો. જોકે એવું પણ કહેવાય ચે કે જાડેજાની ઈનિંગને કારણે ભારત અફઘાનિસ્તાનના સ્કોરને બરાબર પહોંચી શક્યું.