એશિયા કપ: અફઘાનિસ્તાને જીત માટે શ્રીલંકાને આપ્યો 250 રનનો લક્ષ્યાંક
એશિયા કપમાં ત્રીજો મુકાબલો શ્રીલંકા અને અફઘાનિસ્તાન વચ્ચે રમાઈ રહ્યો છે. જેમાં અફઘાનિસ્તાને ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. શ્રીલંકાએ ટુર્નામેન્ટમાં ટકી રહેવા માટે કોઈપણ ભોગે મુકાબલો જીતવો જરૂરી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appશ્રીલંકાના બેટ્સમેનો ટૂર્નામેન્ટના પ્રથમ મેચમાં બાંગ્લાદેશના બોલરો સામે સંઘર્ષ કરતા જોવા મળ્યા હતા. શ્રીલંકાની ટીમ બેટ્સમેનોની નિષ્ફળતાના કારણે બાંગ્લાદેશના 261 રનના જવાબમાં 124 રન પર ઓલઆઉટ થઈ ગઈ હતી. શ્રીલંકાએ 137 રને હારનો સામનો કરવો પડ્યો હતો.
દુબઈ: ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી અફઘાનિસ્તાની ટીમે શ્રીલંકાને જીતવા 250 રનનો પડકાર આપ્યો છે. અફઘાનિસ્તાને 50 ઓવરમાં 10 વિકેટ ગુમાવી 249 રન બનાવ્યા હતા. અફઘાનિસ્તાન તરફથી રહમત શાહ સર્વોચ્ચ 72 રનનું યોગદાન આપ્યું હતું. શ્રીલંકા તરફથી પરેરાએ 5 વિકેટ ઝડપી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -