એશિયા કપ IND vs PAK: આ ખેલાડીઓ હાઇ વોલ્ટેજ મુકાબલાના પ્રથમ વખત બનશે સાક્ષી, જાણો વિગત
પાકિસ્તાનની ટીમની વાત કરવામાં આવે તો આશિફ અલી, ઈમામ, શામ મસૂદ, ફહીમ, અશરફ, મોહમ્મદ નવાઝ, શાહિન અફરિદી અને ઉસ્માન ખાન ભારત સામે પ્રથમ મુકાબલાની રાહ જોઈ રહ્યા છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appદુબઈઃ એક વર્ષ કરતાં વધારે સમયના ગાળા બાદ ભારત-પાકિસ્તાનની ટીમ ટકરાશે. દરેક ક્રિકેટ પ્રેમીઓ આ મુકાબલાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે અને બંને ટીમના ખેલાડીઓ આ હાઈ વોલ્ટેડ મેચના સાક્ષી બનવા માંગે છે. ભારત અને પાકિસ્તાનની વાત કરવામાં આવે તો બંને ટીમમાંથી ઘણા ખેલાડીઓ હજુ સુધી એકબીજા સામે એક પણ મેચ રમ્યા નથી.
બીજી તરફ ભારત તરફથી અનેક વખત મેચ જીતાડનારા ખેલાડી પાકિસ્તાન સામે પ્રથમ વખત રમવાની રાહ જુએ છે. જેમાં મનીષ પાંડે, અક્ષર પટેલ, લોકેશ રાહુલ, ખલીલ અહમદ, કુલદીપ યાદવ, શાર્દુલ ઠાકુર અને યુઝવેન્દ્ર ચહલનો સમાવેશ થાય છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -