એશિયા કપઃ પાકિસ્તાન પર ભારે પડ્યા ટીમ ઈન્ડિયાના આ ધૂરંધરો, જાણો કોણ છે જીતના હીરો
દુબઈઃ એશિયા કપ 2018માં ભારત અને પાકિસ્તાન વચ્ચેના મેગા મુકાબલામાં ટીમ ઈન્ડિયાએ પાકિસ્તાને 8 વિકેટથી હાર આપી હતી. પ્રથમ બેટિંગ કરતા પાકિસ્તાને ટીમ ઈન્ડિયાને 163 રનનો સામાન્ય લક્ષ્યાંક આપ્યો હતો. તેની સામે ટીમ ઈન્ડિયાએ 29 ઓવરમાં 2 વિકેટ ગુમાવી 164 રન બનાવી આસાન વિજય મેળવી લીધો હતો. અંબાતી રાયૂડૂ (31) અને દિનેશ કાર્તિકે (31) અણનમ રહી ટીમ ઈન્ડિયાને વિજય અપાવ્યો હતો. ભારતના ક્રિકેટરોએ બોલિંગ, બેટિંગ, ફિલ્ડિંગ તમામ ક્ષેત્રે શ્રેષ્ઠ યોગદાન આપીને પાકિસ્તાનને ધૂળ ચટાવી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરોહિત શર્માઃ ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્માએ શિખર ધવન સાથે મળી પ્રથમ વિકેટ માટે 86 રનની ભાગીદારી કરી હતી. રોહિત શર્માએ 39 બોલમાં 52 રન બનાવ્યા હતા. મેચ પહેલા ભારત સામે 5 વિકેટ લેવાનો દાવો કરનારા ઉસ્માન ખાનની એક જ ઓવરમાં રોહિત શર્માએ 19 રન ફટકાર્યા હતા.
કેદાર જાદવઃ આ મેચમાં ભારતના બે મુખ્ય સ્પિનરો કુલદીપ યાદવ અને યુઝવેન્દ્ર ચહલના બદલે પાર્ટ ટાઇમ સ્પિનર કેદાર જાદવ છવાયો હતો. તેણે મિડલ ઓવર્સમાં પાકિસ્તાનના કેપ્ટન સરફરાઝ અહેમદ, આસિફ અલી, શબદ ખાનની વિકેટ લીધી હતી. જે મેચનો ટર્નિંગ પોઇન્ટ સાબિત થઈ હતી.
શિખર ધવનઃ હોંગકોંગ સામેની મેચમાં સદી ફટકારી મેન ઓફ ધ મેચ બનેલા શિખર ધવને પણ આ મેચમાં તેનું યોગદાન આપ્યું હતું. ધવને 46 રન બનાવ્યા હતા.
જસપ્રીત બુમરાહઃ ભારત માટે હંમેશા મેચ વિનર સાબિત થયેલા બુમરાહે ઈનિંગની શરૂઆતની પ્રથમ બે ઓવર મેડન નાંખીને પાકિસ્તાન પર દબાણ વધાર્યું હતું. બુમરાહે 7.1 ઓવરમાં 23 રન આપી 2 વિકેટ લીધી હતી.
ભુવનેશ્વર કુમારઃ મેન ઓફ ધ મેચ જાહેર થયેલા ભુવનેશ્વર કુમારે પાકિસ્તાનના ઓપનરોને સેટ જ થવા દીધા નહોતા. ભુવનેશ્વરે ઈમામ ઉલ હકને 2 રને ફખર જમાનને 0 રને પેવેલિયન મોકલ્યા હતા. પાકિસ્તાને 3 રનના સ્કોર પર જ 2 વિકેટ ગુમાવી દીધી હતી. પાકિસ્તાન આખી ઈનિંગ દરમિયાન આ કળમાંથી બેઠું થઈ શક્યું નહોતું. 7 ઓવરમાં 15 રન આપી 3 વિકેટ લીધી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -