મલેશિયા: એશિયન હૉકી ચેમ્પિયન ટૂર્નામેંટમાં ભારતે પાકિસ્તાનને 3ના મુકાબલે બે ગોલથી હરાવી દીધું છે. અગાઉ ભારતે પહેલી મેચમાં જાપાનને 10-2થી હરાવ્યું હતું અને દક્ષિણ કોરિયાની સાથે 1-1ની બરોબરીમાં મેચ પુરી કરી હતી.

મેચના પહેલા હાફમાં ભારતે પાકિસ્તાન પર 1-0થી લીડ જાળવી રાખી હતી. તેના પછી પાકિસ્તાને મેચમાં વાપસી કરતા એક ગોલ ફટકારી એક-એકથી મેચ બરાબરી કરી હતી. તેના પછી પાકિસ્તાને સારું પ્રદર્શન કરતા 2-1થી લીડ મેળવી હતી.

ભારત તરફથી રૂપેંદ્ર પાલ સિંહે પેનલ્ટી કૉર્નર પર ગોલમાં બદલીને મેચને 2-2થી બરાબરી કરી હતી. તેના પછી ભારત તરફથી રામદીપે સારું પ્રદર્શન કરતા ભારતે પાકિસ્તાન પર 3-4થી લીડ મેળવી લીધી હતી. તેના પછી પાકિસ્તાનના ખેલાડીઓએ ઘણી કોશિશ કરી હતી પરંતુ તે મેચને બરાબરીમાં લાવી શક્યા નહોતા.

આ મેચ મલેશિયાના કુઆંતનના વેસમ બેલિયા હોકી સ્ટેડિયમમાં રમાઈ હતી. આ પહેલા જાપાન વિરૂધ્ધ ભારતે જોરદાર શરૂઆત કરતા 10મા મુકાબલામાં બે ગોલથી હરાવ્યું હતું. આ મેચમાં રૂપેંદ્ર પાલ સિંહે એકલા હાથે છ ગોલ કર્યા હતા. ભારતનું આ પ્રર્દશન દક્ષિણ કોરિયા વિરૂધ્ધ દેખાયું નહી અને માત્ર 1-1 ની બરાબરી પર સમાપ્ત થયું.

જ્યારે બીજી તરફ પાકિસ્તાનને પોતાની પ્રથમ મેચમાં મલેશિયા સામે હારનો સામનો કરવો પડ્યો. પરંતુ બીજી મેચમાં વાપસી કરતા પાકે સાઉથ કોરિયાને 1-0થી હરાવ્યું. હાલ અંકમાં ભારત બીજા નંબર પર છે અને પાકિસ્તાન ત્રીજા નંબર પર છે.