પટણા: આરજેડી સુપ્રીમો લાલૂ પ્રસાદ યાદવે ભાજપા અને મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાને નિશાને બનાવી હતી. પાક અધિકૃત કાશ્મીર પર ભારતીય સેના દ્વારા કરવામાં આવેલી સર્જિકલ સ્ટ્રાઈક અને તેના પછી સેનાને લઈને થઈ રહેલી રાજનીતિ પર લાલૂએ નિશાન સાંધ્યું હતું.


શનિવારે જે રીતે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેંદ્ર ફડનવીસ, ફિલ્મ નિર્માતા કરણ જોહર અને મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના અધ્યક્ષ રાજ ઠાકરેની વચ્ચે મુલાકાત થઈ હતી અને એક સમજૂતી મારફતે રાજ ઠાકરેએ તે તમામ ફિલ્મ પ્રોડ્યૂસરોને ભારતીય સેના રિલીફ ફંડમાં 5 કરોડ રૂપિયા જમા કરાવવાનું કહ્યું, જેમાં તે પાકિસ્તાની કલાકારોને લઈને ફિલ્મ બનાવી રહ્યા છે, જેને લઈને લાલૂએ રાજ ઠાકરે પર નિશાન સાંધ્યું હતું.

લાલૂએ કહ્યું કે સેનાના નામે કોઈ વોટ માંગી રહ્યું છે તો કોઈ નોટ માંગી રહ્યું છે. તેમને માઈક્રો બ્લૉગિંગ સાઈટ ટ્વિટર પર લખ્યું, ‘કોઈ આર્મીના નામ પર વોટ માંગી રહ્યું છે તો કોઈ નોટ’

લાલૂ પ્રસાદે ભાજપા પર હુમલો કર્યો અને આરોપ લગાવ્યો કે ભાજપા પાક અધિકૃત કાશ્મીર પર કરવામાં આવેલી સર્જિકલ સ્ટ્રાઈકનો રાજનૈતિક ફાયદો ઉત્તર પ્રદેશની ચૂંટણીમાં ઉઠાવવાની કોશિશ કરી રહ્યું છે. તેમને ટ્વિટ કર્યું, ‘દક્ષિણપંથિઓ શર્મ કરો શર્મ, ગાય અને રામથી પેટ ભરાયું નથી કે શું? સેનાને તો છોડી દો.’

લાલૂએ કહ્યું કે ભાજપા અને મહારાષ્ટ્ર નવનિર્માણ સેના જેવી પાર્ટીઓ સેના જેવા અનુશાસિત ઈન્સ્ટિટ્યુશન બર્બાદ કરવામાં લાગેલી છે. લાલૂએ ભાજપાને કહ્યું કે તે પોતાની ઓછી રાજનીતિ માટે સેનાનો ઉપયોગ ન કરે.