અરપિંદરના ગોલ્ડ સાથે ભારતે અત્યાર સુધીમાં 53 મેડલ જીત્યા હતા જેમાં 10 ગોલ્ડ, 20 સિલ્વર અને 23 બ્રોન્ઝ મેડલનો સમાવેશ થાય છે. 101 ગોલ્ડ સાથે 215 મેડલ જીતનાર ચીન પ્રથમ સ્થાન પર છે.
Asian Games 2018: ટ્રિપલ જંપ ઇવેન્ટમાં અરપિંદરે જીત્યો ગોલ્ડ મેડલ
abpasmita.in
Updated at:
29 Aug 2018 07:43 PM (IST)
NEXT
PREV
જાકાર્તાઃ ઇન્ડોનેશિયામાં રમાઇ રહેલી 18મી એશિયન ગેમ્સમાં ભારતના અરપિંદર સિંહે પુરુષોની ટ્રિપલ જંમ્પ ઇવેન્ટમાં શાનદાર પ્રદર્શન કરતા ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યો હતો. અરપિંદરે ફાઇનલમાં 16.77 મીટરની સર્વશ્રેષ્ઠ છલાંગ સાથે ગોલ્ડ જીત્યો હતો. આ ફાઇનલમાં તે સારી શરૂઆત કરી શક્યો નહોતો અને પ્રથમ પ્રયાસમાં ફાઉલ કરી બેઠો હતો. પરંતુ બીજી વખત તેણે 16.58 મીટરની છલાંગ લગાવી હતી. ત્રીજા પ્રયાસમાં અરપિંદરે શાનદાર પ્રદર્શન કર્યું હતું અને 16.77 મીટરની છલાંગ લગાવી હતી. જોકે, બાકીના પ્રતિસ્પર્ધીઓ તેનાથી વધારે છલાંગ લગાવી શક્યા નહોતા.
અરપિંદરના ગોલ્ડ સાથે ભારતે અત્યાર સુધીમાં 53 મેડલ જીત્યા હતા જેમાં 10 ગોલ્ડ, 20 સિલ્વર અને 23 બ્રોન્ઝ મેડલનો સમાવેશ થાય છે. 101 ગોલ્ડ સાથે 215 મેડલ જીતનાર ચીન પ્રથમ સ્થાન પર છે.
અરપિંદરના ગોલ્ડ સાથે ભારતે અત્યાર સુધીમાં 53 મેડલ જીત્યા હતા જેમાં 10 ગોલ્ડ, 20 સિલ્વર અને 23 બ્રોન્ઝ મેડલનો સમાવેશ થાય છે. 101 ગોલ્ડ સાથે 215 મેડલ જીતનાર ચીન પ્રથમ સ્થાન પર છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -