✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

બેરોજગાર મંજીતે 800 મીટર દોડમાં 36 વર્ષ બાદ ભારતને અપાવ્યો ગોલ્ડ, જાણો કોણ છે

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  28 Aug 2018 09:30 PM (IST)
1

સેનાના અમરીશ કુમાર પાસેથી કોચિંગ લેનારા મંજીતે કહ્યું કે, ખુદને સાબિત કરવા માટે પ્રતિબદ્ધ હતો. છેલ્લા દોઢ વર્ષથી હું ઊટીમાં અભ્યાસ કરતો હતો અને એશિયન ગેમ્સ પહેલા ત્રણ મહિના ભૂટાનમાં પણ પ્રેક્ટિસ કરી. હું મારું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરવા માંગતો હતો. મારી પાસે નોકરી નહોતી.

2

તેણે કહ્યું કે, મારી તૈયારી સારી હતી. મારી રણનીતિ શરૂઆતમાં દોડવીરોનું અનુકરણ કરવું અને પછી અંતમાં 100-150 મીટરમાં તેજી દાખવવાની હતી. મેં આમ કર્યું અને મારા દેશ માટે ગોલ્ડ જીત્યો.

3

જકાર્તાઃ એશિયન ગેમ્સમાં ભારતનું પ્રદર્શન ઘણું સારું રહ્યું છે. ભારતીય ખેલાડી મનજીત સિંહે પુરુષોની 800 મીટર દોડમાં ગોલ્ડ જીત્યો છે, જ્યારે આ દોડમાં ભારતીય એથ્લિટ જિનસન જોનસને રજત પદક જીત્યો હતો. મંજીત સિંહે તેના કરિયરની શ્રેષ્ઠ દોડ લગાવતાં 1 મિનિટ 46:15 સેકન્ડમાં દોજ પૂરી કરી હતી. જ્યારે જોનસને દોડ માટે 1 મિનિટ 46:35 સેકન્ડનો સમય લીધો હતો. ભારત માટે આવો સોનેરી મોકો 1962માં આવ્યો હતો.

4

ભારત માટે ગોલ્ડ મેડલ જીતનારો મંજીત સિંહ પટિયાલાનો રહેવાસી છે. તેનો જન્મ 1 સપ્ટેમ્બર 1989ના રોજ થયો હતો. બેરોજગાર અને અજાણ્યા મંજીતને પદક માટે દાવેદાર ગણવામાં આવતો નહોતો. પરંતુ તેણે અનુભવી જોનસનને પાછળ રાખીને વ્યક્તિગત સર્વશ્રેષ્ઠ સમય નીકાળીને પ્રથણ મોટો આંતરરાષ્ટ્રીય પદક જીત્યો હતો.

  • હોમ
  • સ્પોર્ટ્સ
  • બેરોજગાર મંજીતે 800 મીટર દોડમાં 36 વર્ષ બાદ ભારતને અપાવ્યો ગોલ્ડ, જાણો કોણ છે
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.