એશિયન ગેમ્સઃ નવમાં દિવસે ભારતને મળ્યો 1 ગૉલ્ડ-3 સિલ્વર, વાંચો મેડલ ટેલીમાં કેટલા મેડલ સાથે કયા નંબરે છે ભારત
ભારતે નવમાં દિવસે સારી રમત બતાવતા, ભારતના સ્ટાર એથલેટીક નીરજ ચોપડાએ એશિયન ગેમ્સમાં ભાલા ફેંકમાં ભારતે ગોલ્ડ અપાવ્યો છે. ઉપરાંત લોંગ જમ્પ ઈવેન્ટમાં નીના વરક્કલ સહિત અન્ય બે ખેલાડીઓએ સિલ્વર મેડલ પર કબ્જો જમાવ્યો હતો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆજે 10માં દિવસે ભારતને બેડમિન્ટન અને આર્ચરીમાં રતને ગૉલ્ડ મેડલની આશા છે. બેડમિન્ટનની ફાઇનલમાં પીવી સિંધુ ઉતરશે, જ્યારે આર્ચરીમાં મહિલા અને પુરુષ ટીમોની ટક્કર કોરિયાની ટીમો સાથે થશે.
નવી દિલ્હીઃ આજે એશિયન ગેમ્સનો 10 દિવસ છે. ભારતે નવમા દિવસે જબરદસ્ત પ્રદર્શન કરતાં એક ગૉલ્ડ, એક ત્રણ સિલ્વર અને એક બ્રૉન્ઝ મેડલ કબ્જે કર્યો છે. નવમાં દિવસની રમતના અંતે ભારતે એશિયન ગેમ્સમાં સારુ પ્રદર્શન કર્યું છે. મેડલ ટેલીમાં નવમું સ્થાન હાંસલ કરી લીધું છે.
નવમાં દિવસની રમતના અંતે ભારતે એશિયન ગેમ્સમાં કુલ 41 મેડલ પોતાના નામે કરી લીધા છે, જેમાં 8 ગૉલ્ડ, 13 સિલ્વર અને 20 બ્રૉન્ઝ મેડલનો સમાવેશ થાય છે. આ સાથે ભારત મેડલ ટેલીમાં નવમાં સ્થાને આવી ગયું છે. મેડલ ટેલીમાં 192 મેડલ સાથે ચીન ટૉપ પર છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -