Asian Games 2018: ભારતીય હૉકી ટીમની ઐતિહાસિક જીત, 86 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો
આ પહેલા ભારતે આઝાદી પહેલા 1932માં લૉસ એન્જેલિસ ઓલમ્પિક ગેમ્સમાં અમેરિકાને 24-1થી હરાવ્યું હતું. આતંરરાષ્ટ્રીય હૉકીમાં સૌથી મોટી જીતનો રેકોર્ડ ન્યૂઝીલેન્ડના નામે નોંધાયેલો છે. જેણે 1994માં સેમોઆને 36-1થી રહાવ્યું હતું.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઉલ્લેખનીય છે ભારતે 18માં એશિયાઈ ગેમ્સમાં પોતાના અભિયાનની શરૂઆત શાનદાર કરી હતી. પહેલાં જ મુકાબલામાં ટીમ ઈન્ડિયાને યજમાન ઈન્ડોનેશિયાને 17-0થી હરાવી દીધું હતું. જે ભારતની એશિયાડમાં સૌથી મોટી જીત હતી. મેચમાં ભારતે નવથી વધુ ખેલાડીઓએ ગોલ કર્યા હતા
જકાર્તા: ભારતીય પુરુષ હૉકી ટીમે એશિયન ગેમ્સમાં બુધવારે થયેલી પૂલ મેચમાં હોંગ કોંગને 26-0થી હરાવી ઈતિહાસ રચી દીધો છે. ભારતીય હૉકીના ઈતિહાસમાં 86 વર્ષ બાદ આ અવસર આવ્યો છે. જ્યારે આટલી મોટી ઐતિહાસિક જીત મેળવી હોય હોય.
- - - - - - - - - Advertisement - - - - - - - - -