Asian Games 2018: 18મી એશિયન ગેમ્સનો પ્રારંભ, નીરજ ચોપડાએ કર્યું ભારતનું નેતૃત્વ
ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ જોકો વિડોડો બાઇક ચલાવીને કાર્યક્રમના સ્થળે પહોંચ્યા. 1,500 મહિલા કલાકારોએ ઇન્ડોનેશિયાના પારંપરિક નૃત્યો રજૂ કર્યા. ઉલ્લેખનીય છે કે ઇન્ડોનેશિયા 1962માં પણ એશિયાઇ રમતોત્સવની યજમાની કરી ચૂક્યું છે. તે પછી ફ્લેગ હોસ્ટિંગ સેરેમની થઇ.
ઇંડોનેશિયાની રાજધાની જકાર્તામાં 18મી એશિયન ગેમ્સની આજે ઓપનિંગ સેરમની યોજાઈ હતી. ઉદ્ધઘાટન સમારોહ જકાર્તાના ગેલોરા બંગ કાર્નો સ્ટેડિયમમાં થઈ રહ્યો છે. ઉદ્ધઘાટન સમારોહમાં ઈન્ડોનેશિયાના પ્રેસીડેન્ટ બાઈક પર સ્ટેજ પર પહોંચ્યા હતા અને તેમણે શાનદાર એન્ટ્રી મારી હતી.
વડાપ્રધાન મોદીએ એશિયન ગેમ્સમાં ભાગ લઈ રહેલા ભારતીય ખેલાડીએને ટ્વિટ કરી શુભેચ્છા પાઠવી છે. તેઓએ કહ્યું કે ‘અમને અમારા એથ્લેટ્સ પર ગૌરવ છે અને મને વિશ્વાસ છે તે તેઓ રમતમાં શ્રેષ્ઠ પ્રદર્શ કરશે.’
આ વખતે એશિયન ગેમ્સમાં 10 નવી રમતો સામેલ કરવામાં આવી છે. એશિયન ગેમ્સનું પ્રસારણ સોની નેટવર્ક ચેનલ પરથી થશે.
એશિયન ગેમ્સમાં 45 દેશ ભાગ લઈ રહ્યા છે. ભારત તરફથી એશિયન ગેમ્સમાં ભાગ લેવા માટે 572 ખેલાડીઓ પહોંચ્યા છે. આ વખતે એશિયાઈ રમતોમાં ઉદ્ધાટન સમારોહમાં ભાલાફેક ખેલાડી નીરજ ચોપડાએ ભારતનું નેતૃત્વ કર્યું છે. નીરજે ગત કોમનવેલ્થ ગેમ્સમાં ભારતને ગોલ્ડ મેડલ અપાવ્યો હતો.