Asian Games 2018 : 1962 બાદ ફાઈનલમાં પહોંચનારી પ્રથમ ભારતીય મહિલા ખેલાડી બની પીવી સિંઘુ
પીવી સિંધુ વર્લ્ડ રેન્કિંગમાં ત્રીજા સ્થાને છે. જાપાનની યામાગુચી વર્લ્ડ નંબર-2 છે. આશા પ્રમાણે આ બંન્ને ખેલાડીઓ વચ્ચે કાંટાની ટક્કર થઈ. 65 મિનિટ સુધી ચાલેલા આ મેચની પ્રથમ ગેમ 23 વર્ષિય સિંધુએ જીતી. બીજી ગેમ જાપાની ખેલાડીના નામે રહી. ત્રીજી ગેમમાં સિંધુએ શાનદાર પ્રદર્શન કર્યું. આ બંન્ને ખેલાડીઓ વચ્ચે સાતમી મેચ હતી. જેમાં સિંધુનો પાંચ વખત વિજય થયો છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appજકાર્તાઃ 18મી એશિયન ગેમ્સનો આજે 9મો દિવસ છે. 8માં દિવસે ભારતે 5 સિલ્વર અને બે બ્રોન્ઝ મેડલ મળ્યા. ભારતની નંબર વન બેડમિન્ટન ખેલાડી પીવી સિંધુએ 18મી એશિયન ગેમ્સના ફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે. તેણે સોમવારે મહિલા સિંગલ્સના સેમીફાઇનલમાં જાપાનની અકાને યામાગુચીને હરાવી સેમીફાઇનલમાં પહોંચનારી ભારતની પ્રથમ બેડમિન્ટન ખેલાડી છે.
સાયના નેહવાલને બેડમિન્ટન સેમિફાઈલમાં હારનો સામનો કરવો પડ્યો છે. સાયના નેહવાલ ચીની તાઈપેની જુ યિંગ સામે સીધી ગેમમાં મેચ હારી ગઈ છે. આ હાર સાથે સાયના નેહવાલ બ્રોન્ઝ મેડલથી સંતોષ માનવો પડ્યો છે.
20-10ના સ્કોર પર પીવી સિંઘુએ પોતાનો ફાઈનલ સેટ જીતી ઈતિહાર રચ્યો છે. 1962 બાદ કોઈ ખેલાડી બ્રોન્ઝ મેડલથી આગળ નહોતું પહોંચી શક્યું. પીવી સિંઘુએ ઈતિહાસ રચી દિધો છે. જો તે ફાઈનલમાં જીત મેળવશે તો ભારતીય બેડમિંટનના ઈતિહાસમાં એક નવો રેકોર્ડ બનાવશે. ફાઈનલમાં તેનો મુકાબલો તાઈ જૂ યિંગ સામે થશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -