Asian Games 2018: 16 વર્ષના સૌરભ ચોધરીએ એર પિસ્તોલમાં જીત્યો ગોલ્ડ
10 મીટર એર પિસ્તોલ ઈવેન્ટમાં ભારતને બે મેડલ મળ્યા છે. સૌરભ ચૌધરીએ ગોલ્ડ જીત્યો છે જ્યારે અભિષેક વર્માએ બ્રોન્ઝ મેડલ મેળવ્યો છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ પહેલા ભારતને પહેલો ગૉલ્ડ હરિયાણાના બજરંગ પૂનિયાએ 65 કિલોગ્રામ ફ્રી સ્ટાઇલ કુસ્તીમાં અપાવ્યો ત્યાબાદ બીજો ગૉલ્ડ હરિયાણાની જ દંગલ ગર્લ વિનેશે 50 કિલોગ્રામ કેટેગરીમાં જાપાની હરિફને હરાવીને અપાવ્યો હતો. ત્રીજા દિવસની રમતમાં ભારતના ખાતામાં ત્રણ ગૉલ્ડ આવી ચૂક્યા છે. ત્રીજા દિવસની રમત સુધીમાં ભારતે 7 મેડલ કબ્જે કરી લીધા છે. જેમાં 3 ગોલ્ડ, 2 સિલ્વર અને 2 બ્રોન્ઝ સામેલ છે.
જકાર્તા: પુરૂષ 10 મીટર એર પિસ્તોલ ફાઈનલમાં સૌરભ ચોધરીએ ગોલ્ડ જીત્યો છે. સૌરભ ચૌધરીએ શાનદાર પ્રદર્શન કર્યું હતું. મેરઠના કલીના ગામનો રહેવાસી સૌરભ ચૌધરી બાગપતના બિનૌલીના વીર શાહમલ રાઈફલ ક્લબમાં અભ્યાસ કરતો હતો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -