Asian Games Day 4: એશિયન ગેમ્સમાં ચોથા દિવસે ભારતે સિલ્વર મેડલ સાથે શરૂઆત કરી હતી. ભારતે 50 મીટર રાઈફલ ઈવેન્ટમાં સિલ્વર મેડલ જીત્યો હતો. સિફ્ટ કૌર સામરા, માનિની કૌશિક અને આશી ચોકસીએ 50 મીટર રાઈફલ ઈવેન્ટમાં સિલ્વર મેડલ જીત્યો છે. આ ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ ચીનના નામે આવી ગયો છે.
ભારતે 50 મીટર 3Pની ટીમ ઈવેન્ટમાં સિલ્વર મેડલ જીત્યો છે. સિફ્ટ કુમાર સામરા, આશી ચોકસી અને માનિની કૌશિકની ટીમ ચીનના જિયા સિયુ, હાન જિયાયુ અને ઝાંગ ક્વિઓંગ્યુને પાછળ રાખીને બીજા સ્થાને રહી હતી.
જ્યારે ભારતને 25 મીટર પિસ્તોલ ટીમ ઈવેન્ટમાં ગોલ્ડ મેડલ મળ્યો છે. મનુ ભાકર, ઈશા સિંહ અને રિધમ સાંગવાનની ટીમે ભારત માટે ગોલ્ડ મેડલ જીત્યો છે. બુધવારે શૂટિંગમાં ભારતનો આ બીજો મેડલ છે. હવે ભારતના હિસ્સામાં 4 ગોલ્ડ મેડલ આવી ગયા છે.
19મી એશિયન ગેમ્સમાં ભારતે અત્યાર સુધીમાં 3 ગોલ્ડ જીત્યા છે. ભારતે પુરુષોની 10 મીટર એર રાઈફલ ટીમ ઈવેન્ટમાં શૂટિંગમાં પ્રથમ ગોલ્ડ મેડલ જીત્યો હતો. ભારતીય શૂટરોએ વર્લ્ડ રેકોર્ડ તોડીને આ મેડલ જીત્યો હતો.મહિલા ક્રિકેટમાં ભારતે બીજો ગોલ્ડ જીત્યો હતો. અહીં ભારતે ગોલ્ડ મેડલ મેચમાં શ્રીલંકાને હરાવ્યું હતું. ભારતનો ત્રીજો ગોલ્ડ મેડલ ઘોડેસવારીમાં મળ્યો હતો. ભારતે આ ગોલ્ડ ટીમ ઇવેન્ટમાં જીત્યો હતો.