S Jaishankar Speech At UNGA: ખાલિસ્તાની આતંકવાદીઓના મુદ્દે કેનેડાના વલણને કારણે ભારત અને કેનેડા વચ્ચે સર્જાયેલી તંગ પરિસ્થિતિ વચ્ચે મંગળવારે (26 સપ્ટેમ્બર) વિદેશ મંત્રી એસ. જયશંકરે સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં આતંકવાદ સહિત ઘણા મુદ્દાઓ પર સીધો અને મજબૂત સંદેશ આપ્યો હતો.
સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના 78મા સત્રને સંબોધિત કરતી વખતે વિદેશ મંત્રી જયશંકરે આતંકવાદ સામે ભારતનું સ્પષ્ટ વલણ રજૂ કર્યું હતું. તેમણે કહ્યું કે રાજકીય સગવડ આતંકવાદ, ઉગ્રવાદ કે હિંસાની પ્રતિક્રિયાનો આધાર બની શકે નહીં.વિદેશ મંત્રીએ વૈશ્વિક સમુદાયને નિયમો આધારિત આદેશ અને સંયુક્ત રાષ્ટ્ર ચાર્ટરનું સન્માન કરવા પણ આહ્વાન કર્યું હતું. તે જ સમયે, વિદેશ મંત્રીએ દેશોને અન્યના આંતરિક મામલામાં દખલ ન કરવા પણ આહ્વાન કર્યું હતું.ભારત-કેનેડા રાજદ્વારી વિવાદ અને ચીન સાથે સરહદ પર ચાલી રહેલા તણાવ વચ્ચે જયશંકરની આ ટિપ્પણીઓને બંને દેશો પર હુમલા તરીકે જોવામાં આવી રહી છે.
'આતંકવાદ સામેની પ્રતિક્રિયા રાજકીય સગવડથી નક્કી ન થવી જોઈએ'
તેમના સંબોધન દરમિયાન વિદેશ મંત્રીએ કહ્યું હતું કે "માર્કેટના પાવરનો ઉપયોગ ભોજન અને એનર્જીને જરૂરિયાતમંદોમાંથી શ્રીમંતોમાં સ્થાનાંતરિત કરવા માટે ન થવો જોઈએ. આપણે એ વાતને પણ સમર્થન ના આપવું જોઇએ કે રાજકીય સગવડ આતંકવાદ, ઉગ્રવાદ અને હિંસા પર પ્રતિક્રિયાઓ નક્કી કરે.
શું છે ભારત-કેનેડા વિવાદ?
ગયા અઠવાડિયે કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યામાં ભારતીય એજન્ટોની સંભવિત સંડોવણીનો આરોપ મૂક્યો હતો. જૂન મહિનામાં કેનેડાના બ્રિટિશ કોલંબિયામાં એક ગુરુદ્વારાની બહાર નિજ્જરની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. ભારતે તેને આતંકવાદી જાહેર કર્યો હતો પરંતુ તેની પાસે કેનેડાની નાગરિકતા હતી.
ટ્રુડોના આરોપો પછી ભારતે આકરી પ્રતિક્રિયા આપી હતી અને તેમના આરોપોને વાહિયાત, પાયાવિહોણા અને રાજકીય રીતે પ્રેરિત ગણાવ્યા હતા. ભારતે કહ્યું કે ટ્રુડોની સરકારે હજુ સુધી તેના દાવાને સમર્થન આપતા પુરાવા રજૂ કર્યા નથી. આ વિવાદને કારણે ભારત અને કેનેડાએ રાજદ્વારી સ્તરે પગલાં લીધા છે અને સંબંધો તણાવપૂર્ણ થયા છે.
ભારતને UNSCમાં કાયમી સભ્ય તરીકે સામેલ કરવાની હિમાયત
સ્થાયી સભ્ય તરીકે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC)માં ભારતના સમાવેશની ભારપૂર્વક હિમાયત કરતા વિદેશ મંત્રી જયશંકરે કહ્યું છે કે તે દિવસો પૂરા થઈ ગયા છે જ્યારે કેટલાક દેશો એજન્ડા નક્કી કરે છે અને અન્ય લોકો પણ તેની સાથે આવે તેવી અપેક્ષા રાખે છે.
જયશંકરે G20 ના પ્રમુખપદ દરમિયાન ગ્લોબલ સાઉથનો અવાજ ઉઠાવતા અને આફ્રિકન યુનિયનને જૂથમાં સામેલ કરવા તરફ ધ્યાન દોર્યું અને કહ્યું હતું કે , "સંયુક્ત રાષ્ટ્રને સુધારણાના આ મહત્વપૂર્ણ પગલાથી પ્રેરણા મળવી જોઇએ. સુરક્ષા પરિષદને સમકાલીન બનાવવા માટે પણ પ્રેરણા લેવી જોઈએ.