Asian Games Day 7 updates: આજે એશિયન ગેમ્સનો સાતમો દિવસ છે, આજે ભારતના ખાતમાં કેટલાય મેડલ આવ્યા છે, આમાં વધુ એક 10મો ગૉલ્ડ ઉમેરાયો છે, ભારતે સ્ક્વૉશમાં પાકિસ્તાનને હારવીને ગૉલ્ડ મેડલ પોતાના નામે કરી લીધો છે. આ આ પહેલા ટેનિસમાં ભારતે ગૉલ્ડ મેડલ મેળવ્યો હતો.
ભારતે સ્ક્વૉશમાં ગૉલ્ડ જીત્યો હતો
સ્ક્વૉશમાં ભારતીય પુરુષ ટીમે કમાલ કર્યો છે. ભારતીય ટીમે ફાઇનલમાં પાકિસ્તાનને હરાવીને ગૉલ્ડ મેડલ જીત્યો હતો. 2014 બાદ પ્રથમ વખત ભારતે સ્ક્વૉશમાં ગૉલ્ડ મેડલ જીત્યો છે.
સ્ક્વૉશમાં પાકિસ્તાનનો પરાજય, ભારતીય ટીમે છેલ્લી ઘડીએ બાજી પલટી, ગૉલ્ડ જીત્યો
ભારતીય પુરુષ ટીમે સ્ક્વૉશ રમતમાં પાકિસ્તાનને 2-1થી હરાવીને ગૉલ્ડ મેડલ જીત્યો હતો. છેલ્લી મેચમાં અભયે પાકિસ્તાનના નૂરને હરાવીને ભારતને ગૌરવ અપાવ્યું હતું. 2014ની એશિયન ગેમ્સ બાદ પ્રથમ વખત ભારત સ્ક્વૉશમાં મેડલ જીતવામાં સફળ રહ્યું છે. ફાઈનલની ત્રીજી મેચમાં ભારતના અભય સિંહે પાકિસ્તાનના જમાન નૂર પર રોમાંચક જીત મેળવીને ગૉલ્ડ મેડલ જીત્યો હતો. આ પહેલા બીજી મેચમાં સૌરવ ઘોષાલે આ મેચમાં મોહમ્મદ અસીમ ખાનને હરાવીને ભારતને 1-1થી ડ્રો પર લાવી દીધું હતું.
ભારતીય ટીમ એશિયન ગેમ્સના 7માં દિવસે પણ ચમકવાનું ચાલુ રાખ્યું છે. શૂટિંગમાં સિલ્વર બાદ ભારતીય બૉક્સરોને મેડલ પાક્કા કર્યા. એથ્લેટ્સ ફાઇનલમાં પહોંચ્યા હતા. ત્યારબાદ ટેનિસ અનુભવી રોહન બોપન્ના સાથે રૂતુજા ભોસલેએ મિશ્રિત ઇવેન્ટમાં ગૉલ્ડ જીત્યો હતો. આ રીતે ભારતના મેડલની સંખ્યા 35 પર પહોંચી ગઈ છે. અગાઉ છઠ્ઠા દિવસે ભારતે બે ગૉલ્ડ, ચાર સિલ્વર અને બે બ્રૉન્ઝ સહિત કુલ આઠ મેડલ જીત્યા હતા.