જકાર્તા: ભારતીય પુરૂષ હોકી ટીમે 18માં એશિયન ગેમ્સમાં શાનદાર શરૂઆત કરી છે. પોતાના પ્રથમ મુકાબલામાં ટીમ ઈન્ડિયાએ મેજબાન ઈન્ડોનેશિયાને 17-0 હાર આપી છે. આ ભારતની એશિયાડમાં આ સૌથી મોટી જીત છે. ટૂર્નામેન્ટનો બીજો દિવસ ભારત માટે ખૂબ જ શાનદાર રહ્યો હતો. આ પહેલા ભારતીય મહિલા રેસલર વિનેશ ફોગાટે કુશ્તીમાં દેશ માટે ગોલ્ડ જીતી ઈતિહાસ રચ્યો હતો. તે મહિલા રેસલિંગમાં ગોલ્ડ જીતનારી પ્રથમ ભારતીય છે.


ઉલ્લેખનીય છે કે ભારતીય પુરૂષ હોકી ટીમ એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ પર કબ્જો જમાવવા અને ટોક્યો ઓલમ્પિક 2020ની ટિકીટ મેળવવાના ઈરાદે આ રમતમાં પહોંચ્યું છે. આ મુકાબલામાં દિલપ્રિત સિંહ, સિમરનજીત સિંહ અને મનપ્રીત સિંહે 3-3 રૂપિંદર સિંહ અને આકાશદિપે 2-2 તો વી. સુનીલ, વિવેક સાગર, હરમનપ્રીત અને અમિતે 1-1 ગોલ કર્યો હતો.

એશિયન ગેમ્સમાં 17-0ની આ જીત ભારતની ઐતિહાસિક જીત છે. આ પહેલા ભારતે એશિયન ગેમ્સમાં રેકોર્ડ 3 વખત 12-0થી વિરોધી ટીમને માત આપી છે.