એશિયન ગેમ્સઃ કબડ્ડી ફાઈનલમાં ઈરાનની મહિલા ટીમે યોગની મદદથી કેવી રીતે ભારતને આપી હાર ? જાણો વિગત
ફાઇનલમાં જીત્યા બાદ શૈલજાએ કહ્યું હતું કે, લાંબા સમય બાદ ઇરાને ગોલ્ડ જીત્યો છે. ઇરાન ફેડરેશને મારા પર વિશ્વાસ વ્યક્ત કર્યો તે બદલ હું આભારી છું. મારી ભાષા અલગ હોવાના કારણે ખેલાડીઓ સાથે વાતચીત કરવી મુશ્કેલ હતી. જેથી મેં ફારસી શીખી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appશૈલજાએ કહ્યું કે, તેને જ્યારે પ્રથમવાર કોચિંગની ઓફર કરાઇ ત્યારે તેણે સ્વીકારી નહોતી પરંતુ સારી ઓફર મળ્યા બાદ ઇરાન જવા રાજી થઇ હતી. ઇરાન મહિલા ટીમને તૈયાર કરવાને લઇને શૈલજાએ કહ્યું કે, ખેલાડીઓને યોગ અને પ્રાણાયામ શીખવાડ્યું. સાથે શ્વાસ લેવાની કેટલીક પ્રક્રિયાએ પણ શીખવાડી. બાદમાં તમામ ખેલાડીઓ માટે એક વોટ્સએપ ગ્રુપ બનાવ્યું જેમાં રોજ ખેલાડીઓને પ્રોત્સાહિત કરવા માટે મેસેજ મોકલતી. અમે 42 ખેલાડીઓ સાથે ટ્રેનિંગ શરૂ કરી હતી અને અંતમાં 12 યુવતીઓની ટીમ તૈયાર કરાઇ હતી.
નવી દિલ્હીઃ એશિયન ગેમ્સ 2018માં ઇરાનની મહિલા ટીમે કબડ્ડીમાં ભારતની મહિલા ટીમને હરાવી ગોલ્ડ મેડલ જીતી લીધો છે. ઇરાનની આ ભવ્ય પાછળ એક ભારતીય મહિલા ખેલાડીનું મહત્વપૂર્ણ યોગદાન છે. ઇરાનની મહિલા ટીમની કોચ શૈલજા જૈન ભારતના નાસિકની રહેવાસી છે. શૈલજા જૈને દોઢ વર્ષ પહેલા જ ઇરાનની ટીમની કોચની જવાબદારી સ્વીકારી હતી. ઉલ્લેખનીય છે કે ભારતની મહિલા કબડ્ડી ટીમ ઇરાન સામે ફાઇનલમાં 24-27થી હારી ગઇ હતી. ઇરાનની મહિલા ટીમે પ્રથમવાર એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીત્યો છે.
શૈલજાએ ઇરાની ટીમની દિનચર્યામાં યોગ, પ્રાણાયામ પણ સામેલ કર્યા હતા. મહિલાઓના કપડા અને વ્યવહારને લઇને ઇરાનમાં નિયમો કડક છે. શૈલજાએ કહ્યું કે, પ્રાણાયામને કારણે ખેલાડીઓની શ્વાસ પર નિયંત્રણની ક્ષમતામાં વધારો કર્યો હતો.
18 મહિના અગાઉ શૈલજાએ ઇરાનની ટીમની કોચની જવાબદારી સંભાળી હતી.આ અંગે શૈલજાએ કહ્યું કે જ્યારે ઇરાનની ટીમનો પ્રસ્તાવ મારી સમક્ષ આવ્યો ત્યારે મેં તેને પડકાર સ્વરૂપે લીધો. શરૂઆતમાં મને કેટલીક સમસ્યાઓનો સામનો કરવો પડ્યો, કારણ કે હું શાકાહારી હતી અને સાથે ભાષા પણ એક સમસ્યા હતી. બાદમાં મેં થોડી ફારસી શીખી અને પછી બધુ જ સામાન્ય થઇ ગયું.
- - - - - - - - - Advertisement - - - - - - - - -