Asian Para Games 2023: એશિયન પેરા ગેમ્સ 2023માં મિક્સ્ડ 50 મીટર રાઈફલ પ્રોન SH-1 ઈવેન્ટમાં સિદ્ધાર્થ બાબુએ ગોલ્ડ મેડલ જીત્યો હતો. પેરા-શૂટરે આ ઈવેન્ટમાં ગોલ્ડ મેડલ જીતવા માટે ફાઇનલમાં કુલ 247.7 પૉઇન્ટ મેળવ્યા હતા. તેણે આ સિદ્ધિ સાથે એશિયન પેરા ગેમ્સમાં પણ રેકોર્ડ બનાવ્યો હતો. એશિયન પેરા ગેમ્સ 2023માં ભારતનો 17મો ગોલ્ડ મેડલ પણ હતો.


ગુરુવારે સવારે ભારતીય એથ્લેટ સચિને પહેલો ગોલ્ડ જીતીને ભારતને લીડ અપાવી હતી. તેણે પુરુષોની શોટ પુટ F46 ઈવેન્ટમાં ગોલ્ડ મેડલ જીત્યો છે. એશિયન પેરા ગેમ્સ 2023માં ભારતના સિદ્ધાર્થ બાબુએ નવો રેકોર્ડ બનાવ્યો છે અને 50 મીટર રાઈફલ પ્રોન SH1 ઈવેન્ટમાં ગોલ્ડ મેડલ જીત્યો છે. સિદ્ધાર્થ બાબુએ 247.7 પોઈન્ટનો નવો રેકોર્ડ બનાવીને ફાઈનલ જીતી લીધી છે. ભારતીય ખેલાડીઓએ ગુરુવાર સવાર સુધી 17 ગોલ્ડ, 20 સિલ્વર અને 32 બ્રોન્ઝ મેડલ જીત્યા છે.






ભારતની નિમિષા સુરેશે ચીનના હાંગઝોઉમાં મહિલાઓની T47 લાંબી કૂદ સ્પર્ધામાં ગોલ્ડ જીત્યો છે. અત્યાર સુધીમાં ભારતે કુલ 17 ગોલ્ડ મેડલ જીત્યા છે. બુધવારે, નિમિષા સુરેશ ચક્કનગુલપારમ્બીલે આ ઇવેન્ટમાં 5.15 મીટરના શ્રેષ્ઠ જમ્પ સાથે ગોલ્ડ મેડલ જીત્યો હતો. દરમિયાન, ભારતની કીર્તિ ચૌહાણે આ જ ઈવેન્ટમાં 4.42 મીટરના જમ્પ સાથે ચોથું સ્થાન મેળવ્યું છે. રક્ષિતા રાજુએ એશિયન પેરા ગેમ્સ 2023ની મહિલાઓની 1500 મીટર T11 ઈવેન્ટમાં ગોલ્ડ મેડલ જીત્યો છે. ભારતની લતિકાએ આ ઈવેન્ટમાં સિલ્વર મેડલ જીત્યો છે. રક્ષિતા અને લતિકાએ એકસાથે પોડિયમ શેર કર્યું અને ગોલ્ડ અને સિલ્વર જીતવામાં સફળતા હાંસલ કરી. આ ઈવેન્ટમાં ચીનના ખેલાડીઓને ગેરલાયક ઠેરવવામાં આવ્યા હતા.


આ પહેલા બુધવારે, સુમિત એન્ટિલે એશિયન પેરા ગેમ્સમાં પુરૂષોની જેવલિન F64 ઇવેન્ટમાં તેના સુવર્ણ ચંદ્રકનો સફળતાપૂર્વક બચાવ કર્યો હતો, અને તેના વિશ્વ રેકોર્ડમાં પણ સુધારો કર્યો હતો.


સુંદર સિંહ દ્વારા પુરુષોના જેવલિન થ્રો-F46 ફાઇનલમાં 68.60 મીટરના થ્રો સાથે અન્ય વિશ્વ રેકોર્ડ તોડવામાં આવ્યો અને ગોલ્ડ મેડલ જીત્યો. તેણે છઠ્ઠા અને અંતિમ પ્રયાસમાં શ્રીલંકાના દિનેશ પ્રિયંતાનો 67.79નો રેકોર્ડ તોડ્યો હતો. આ થ્રોએ ગેમ્સ અને એશિયન રેકોર્ડને પણ પાછળ છોડી દીધા છે.