આ ગુજરાતી ક્રિકેટરે માર્યો એવો શૉટ, દડો બૉલરના માથે વાગીને સીધો બ્રાઉન્ડ્રી બહાર નીકળ્યો
જોકે, આ પહેલા રાવલે 153 બૉલમાં 10 ચોગ્ગા અને ચાર છગ્ગા ફટકારતા 149 રનોની ધમાકેદાર ઇનિંગ રમી ચૂક્યો હતો. આ ઇનિંગથી ટીમ છ વિકેટના નુકશાને 304 રનનો સ્કૉર કરી શકી હતી. જવાબમાં કેન્ટરબરી ટીમે 37.2 ઓવરમાં 197 રન પર જ સમેટાઇ ગઇ હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઇજા બાદ એલિસ સારવર માટે મેદાનની બહાર નીકળી ગયો પણ ટુંકસમયમાં જ ફરી પાછો મેદાનમાં આવ્યો અને બાદમાં તેને છ ઓવરની બૉલિંગ પણ કરી. તેને આ દરિમાયન જીતને આઉટ કરીને ઇજાનો બદલો પણ લીધો હતો.
લૉફ્ટેડ સ્ટ્રેટ ડ્રાઇવની કોશિશમાં રાવલે જોરદાર શૉટ બૉલર તરફ રમ્યો, એલિસ ફોલોથ્રૂમાં કંઇ સમજી શકે ત્યાં સુધી બૉલ તેના માથા પર ટકરાઇ ચૂક્યો હતો. શૉટ એટલો સ્ટ્રૉન્ગ હતો કે માથા પર ટકરાયા બાદ મીડ ઓનના ઉપરથી સીધો છ રન માટે બ્રાઉન્ડ્રીની બહાર નીકળી ગયો, એમ્પાયરે પહેલા તો બ્રાઉન્ડ્રીનો ઇશારો કર્યો પણ બાદમાં તેમને પોતાના નિર્ણયને બદલવો પડ્યો.
ન્યૂઝીલેન્ડ ક્રિકેટ દ્વારા પછીથી જાહેર કરાયેલા નિવેદનમાં કહેવામાં આવ્યું કે, કેપ્ટન એલિસ એકદમ સુરક્ષિત છે અને તેને કોઇ ઇજા પહોંચી નથી. આ ઘટના ઓકલેન્ડની ઇનિંગની 19મી ઓવરમાં ઘટી. ફાઇનલ મેચાં ઓકલેન્ડે પહેલા બેટિંગનો નિર્ણય કર્યો, એલિસ જ્યારે પહેલીવાર બૉલિંગ કરવા આવ્યો તો જીત રાવલે તેની ઓવરમાં એક પછી એક સતત છગ્ગા ફટકાર્યા. ઓવરનો બીજો છગ્ગો એકદમ ખતરનાક રીતે રાવલના બેટમાંથી નીકળ્યો.
ન્યૂઝીલેન્ડના ઓકલેન્ડના ગુજરાતી મૂળના બેટ્સમેન જીત રાવલે કેન્ટરબરીના કેપ્ટન એન્ડ્ર્યૂ એલિસના બૉલ પર એવો જોરદાર શૉટ ફટકાર્યો કે દડો એલિસના માથા પર ટકરાઇને સીધો બાઉન્ડ્રીની બહાર જતો રહ્યો.
નવી દિલ્હીઃ ક્રિકેટના મેદાનમાં તમે ક્યારેય નહીં જોઇ હોય એવી ઘટના ઘટી છે, બૉલ માથા પર વાગીને સીધો છ રન માટે બ્રાઉન્ડ્રીની બહાર નીકળી ગયો હોય, એટલું જ નહીં બૉલ માથા પર વાગવા છતાં બૉલર એકદમ સુરક્ષિત બચ્યો છે. આ ઘટના ન્યૂઝીલેન્ડની ડૉમેસ્ટિક મેચમાં ઘટી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -