આફ્રિકન બેટ્સમેનોએ ચહલની કરી ધોલાઈ, બની ગયો અણગમતો રેકોર્ડ
આ લિસ્ટમાં ત્રીજા નંબરે યુસુફ પઠાણ છે. તેણે 4 ઓવરમાં 54 રન આપ્યા હતા.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ પ્રદર્શનની સાથે જ ચહલના નામે એક અણગમતો રેકોર્ડ બની ગયો. તે ટી-20માં સૌથી વધારે રન આપનારો ભારતીય બોલર બની ગયો. આ પહેલા રેકોર્ડ જોગિંદર શર્માના નામે હતો. તેણે ઇંગ્લેન્ડ સામે 2007માં ડરબનમાં રમાયેલી મેચમાં 57 રન આપ્યા હતા.
વન ડે સીરિઝમાં આફ્રિક બેટ્સમેનોને પોતાની ફિરકીથી નચાવનાર ચહલે સેન્ચુરિયન ટી-20માં 16 રનની સરેરાશથી 64 રન આપ્યા હતા. હેનરિક ક્લાસેને ચહલને સૌથી વધારે ફટકાર્યો હતો. આફ્રિકન બેટ્સમેનોએ ચહલની ઓવરમાં 7 છગ્ગા અને 2 ચોગ્ગા માર્યા હતા.
સેન્ચુરિયનઃ દક્ષિણ આફ્રિકા સામે બીજી ટી-20 મેચમાં ભારતે 6 વિકેટથી હારનો સામનો કરવો પડ્યો છે. દક્ષિણ આફ્રિકાએ આ મેચમાં સ્પિનર યુઝવેન્દ્ર ચહલને ટાર્ગેટ બનાવ્યો હતો. જેના કારણે તે ખર્ચાળ સાબિત થયો હતો અને ચાર ઓવરમાં 64 રન આપી દીધા હતા તથા એક પણ વિકેટ લઇ શક્યો નહોતો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -